________________
૧૮૪ નવવધૂઓની આવી અમૃત જેવી વાણી સાંભળી મહારાજા પુરુષસિંહ તથા રાણી સુંદરી બંને હૃદયમાં સંતુષ્ટ થઈ ગયાં. તેમના હૃદયમાં નવવધૂઓ માટે ચિંતા હતી, તે દૂર થઈ ગઈ. તેઓએ વિચાર્યું, અહો! આ બંને વચ્ચેનું પરમાર્થ જાણવાપણું, અહે ! ગંભીરતા, અહે! સુંદર આચાર, ખડગસેન રાજાની પુત્રીઓને આ અનુરૂ૫ છે કે, જેઓ વડીલને અનુસરે છે.
દૃષ્ટાંત-૩ આ સમયે નજીકમાં પુરંદરદત્ત નામના બ્રાહ્મણનાં ઘરમાં માટે કોલાહલ સંભળાયે. તે સાંભળતાં જ સર્વે ચમકી ગયાં. રાજાએ એક સેવકને હુકમ કર્યો કે તપાસ કરો! શી હકીકત છે. કુમારે કહ્યું, “હે પિતાજી ! કોઈને પરિશ્રમ આપવાની કે ત્યાં જવાની જરૂર નથી. આ સંસારનું નાટક મારા જાણવામાં આવી ગયું છે.” રાજાએ કહ્યું, “હે વત્સ પ્રગટ રીતે કહી બતાવ.”
" કુમાર બલ્ય, હે પિતાજી! આપણા મહેલની પાસે નજીકમાં પુરંદર નામને ભટ્ટ રહે છે. તે હાલ મૃતપ્રાય થઈ ગયે છે. તેથી તેના ઘરમાં સંબંધીઓ આનંદ કરે છે. રાજાએ કહ્યું, “આજે તો મેં તેને દેખ્યું હતું, તેને કોઈ વ્યાધિ તે ન હતો. રાજકુમારે જવાબ આવ્યે “આ વૃત્તાંત નિદવા યોગ્ય હોવાથી કહેવા ગ્ય નથી.” છતાં આપને કૌતુક હોય તે સાંભળે.
આ પુરંદર ભટ્ટને નર્મદા નામે પત્ની છે. તેની ઉપર આ પુરદરને ઘણે જ પ્રેમ છે. તેના ઘરમાં અર્જુન નામે એક નેકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org