SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯૯ પામ્યો, અને કહ્યું. “બહુ સારું, તમે કૃતાર્થ બન્યા. મેં અનુમતિ આપી જ છે અને મેં પણ જિંદગી સુધી બ્રહ્મચર્ય સ્વીકાર્યું છે.” એટલામાં તે ત્યાં સમીપમાં રહેલા દેવતાના પ્રભાવે પુષ્પવૃષ્ટિ થઈ. શુભ પરિણામવાળા કુમારને કર્મના ક્ષપશમથી વધમાન અવધિજ્ઞાન પ્રગટ થયું. ભૂતકાળના ભાવે દેખાવા લાગ્યા. આ સમાચાર મળતાં મિત્ર અશોકકુમારે આવી જણાવ્યું, “હે રાજકુમાર તમને અને આ બંને રાજબાળાઓને અભિનંદન ઘટે છે. અમે પણ તમારું અનુકરણ કરીએ!” બંને નવવધૂએ પણ હૃદયમાં સાચે વૈરાગ્ય પ્રગટ થવાથી માહમાંહે આ કાર્યની અનુમોદના કરે છે. આ હકીકત રાજાને અને રાણીને મળતાં રાજા ખેદ પામ્યા, અને બેલ્યા કે “કુમારે ઠીક ન કર્યું” રાણીએ કહ્યું કે, શું કુમારે સંસાર સુખને ત્યાગ કર્યો! કુમાર કદાચ વૈરાગી હોવાથી આ વ્રત ધારી શકે ! પણ યુવાન નવધૂઓ આ વ્રત શી રીતે પાળી શકે ! માટે હે સ્વામિ! “હવે આપણે કઈ પણ ઉપાયે રાજકુમારને સમજાવી સંસારને રાગી બનાવવા જોઈએ.” - સુદર્શાના દેવીનું આગમન આ સમયે અચાનક ખડગ રતનધારી દિવ્ય આભૂષણવાળી મણિના દીપકને ઝાંખા કરતી અત્યંત સેમ્ય દર્શનવાળી દેવી ત્યાં પ્રગટ થઈ. “અહે ! આ શું આશ્ચર્ય! એમ વિસ્મય પામી રાજા-રાણી બંનેએ હર્ષ અને શોક સાથે દેવીને પ્રણામ કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy