________________
બેલી-આર્યપુત્ર? મને ઘણું જ તૃષા લાગી છે. પાણી વિના કદાચ મારું જીવન લાંબું નહિ ટકે. અને ધરણું પાણીની શોધ કરીને ગમે તેમ કરીને પણ શોધી લાવ્યો અને લક્ષમીને ખૂબ પ્રેમથી પાયું. અને પછી ધરણ તુરત જ નિંદ્રાધીન થયે. રાત્રિના પાછલા પ્રહરે લક્ષ્મી જાગી. તેણે જોયું કે—ધરણ ગાઢનિદ્રામાં હતું. ચારે બાજુ સૂનકાર હતું. ત્યાં આવા નિર્જનજંગલમાં ચંડરૂદ્ર નામના ચેરે યક્ષના મંદિરમાં પ્રવેશ કર્યો, તેની પાસે કોઈ રાજભંડારમાંથી ચોરેલી કિંમતી રત્નોની મંજૂષા હતી. ચંડરૂદ્ર જ્યાં અંદર ગયે કે તુરત જ દ્વારપાલે દરવાજે બંધ કરી દીધો.
લક્ષ્મીએ જોયું કે—કોઈ અજાણી વ્યક્તિ યક્ષના મંદિરમાં પ્રવેશી છે. પણ એ કોણ હશે? એની જિજ્ઞાસા જાગી. તેણે પૂછયું ભદ્ર? તું કેણ છે? અને આવી અંધારી-રાત્રિએ અહીં? કયાંથી અને......
ચંદ્રરૂપણ એજ પ્રતિપ્રશ્ન લક્ષ્મીને કર્યો. લક્ષ્મી કહે– “મારી કથા તે ઘણી લાંબી છે, પણ મારું નામ લક્ષમી છે. મારે પતિ એ જ મારો વૈરી નીવડ્યો છે અને મને આમ જંગલમાં રખડાવી મારી છે તે હાલ અહીં જ નિદ્રાધીન છે. તેને સૂતે મૂકીને ચાલે, આપણે ભાગી જઈ એ. એ દુષ્ટને એનું ફળ ચાખવા દઈએ.
જો, આ રત્ન-મંજૂષા તું મારા પતિ પાસે મૂકી દે. ચોરીના આરોપમાં રાજપુરૂષ તેને સવારે પકડી જશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org