________________
- ૩૦
શ્રાવક
વિષય કષાય ને વશ બની, વૈશે પરસ્પર જે હુઆ, ખમતે હું તેને મુજ ખમે તે, જીવ છે જે જુજુઆ, જીવ માત્ર ને ખમાવતા હું, પામું પદ જે અક્ષર ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર....
હિંસાદિ આશ્રવ પાંચને, ક્રોધાદિ ચાર કષાય છે, રાગાદિ નવ ભેળા કરતા, પાપસ્થાન અઢાર છે,
સિરાવતે તે અઢારને હું, લહું પદ શિવકરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર....
મંગલકારી તેમ ઉત્તમ, જગમાંહે જે ભાખીયા, અરિહંત સિદ્ધ સાધુ ધર્મ, ચાર શરણ દાખીયા, સ્વીકારતા હું શરણું ચારે, આધિ વ્યાધિ દુઃખહર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર...
મન વચન કાયાથી કર્યા, દુષ્કૃત તણા ડુંગર ખડા, તિહું કાલમાં ભમતા થકા, મેં પાપના ભર્યા ઘડા, દુષ્કૃત સવિ હુ નિંદતે પ્રભુ, લહું પદ અજરામર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર...
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org