________________
૨૦
સિદ્ધાચલને સાથી ઘેટી પગલાં સામે બોલવાની સ્તુતિ શ્રી સિદ્ધાચલ નિરખી હરખે, આંખડી એની પાવન થાય. પગલે પગલે આગળ વધતા, કાયા એની નિરમલ થાય. ઘેટી જઈને પગલાં પૂજે, આનંદ હૈયે અતિ ઉભરાય સુષમ દુષમ આરે રહેલા, આદિ પ્રભુનું સમરૂ થાય..? આતપરની તળેટીથી, જે ભવિ યાત્રા કરે. ઘેટી પગેલે શિશ નમાવી, સિદ્ધગિરિ પર ફરે.. નવાણુંની યાત્રા કરતાં, નવ વખત નિશે કરે ઘેટી પગલે ભાવ ભક્તિ, પુણ્ય ભાથું તે ભરે.. આદિ પ્રભુનું દર્શન કરીને, ઘેટી પાયે જે નર જાય તન મન કેરા જે સંતાપ, પ્રભુ પગલે સવિ દૂર જ થાય. એવા પગલે આવી પ્રભુજી, અરજ કરૂં છું હે જીનરાય આદેશ્વર તુજ ધ્યાન ધરતા, જન્મમરણના ફેરા જાય,
(આ રીતે ત્રણ સ્તુતિ બેલી પછી ત્રણ ખમાસમણ દેવા-પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ત્યવંદન કરૂં? ઈચ્છ-કહી નીચે મુજબ ચૌયવંદન બેલવું.) ઘેટીપગલાં સન્મુખ બેલવાનું ચૈત્યવંદન
સર્વ તીર્થ શિરોમણી, શત્રુજ્ય સુખકાર ઘેટી પગલાં પૂજતાં, સફળ થાય અવતાર .૧ પૂર્વ નવાણું પધારીયા, જિહાં શ્રી અરિહંત તે પગલાં ને વંદિએ આણિ મન અતિખંત ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org