________________
વિશ જિન સ્તુતિ
[ ૪૩
શ્રેયાંસના ઘર વિશે રસ ઈશ્ન લીધે ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધે, માતા પ્રતે વિનયભાવ ધરી પ્રભુએ, અણું અહે પરત કેવલ શ્રી વિષ્ણુએ.
[૨૧] શ્રી નાભિનંદન ભવાર્ણવ પતવાહ ઈક્વાકુ વંશ વિધુ સંસ્કૃતિ સાર્થવાહ દૂર કર્યા સકલ કમરિપુ નઠારા, શ્રી આદિદેવ પ્રણમુંચરણે તમારા.
[૧૧] જે છે આદિ ગુરૂ નરેશ જિનજી જેને નમે દેવતા, જે છે કલ્પતરુ કરે હૃદયની ઈચ્છા પુરી સેવતા, તે શ્રી ઋષભ દેવના ચરણને સાચા દિલે જે મરે, પામે તેનર શાન્તિ કાતિ જગમાંને લક્ષમી આવી મળે.
[૨૧૨] જેણે કીધી સકલ જનતા નીતિને જાણકારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી, વેત કી સુગમ સબળે મોક્ષને માર્ગ જેણે, વંદુ છું તે ઋષભજિનને ધર્મ ધોરી પ્રભુને.
[૨૧] હજાર વરસ ભટકીને જે કેવલી બનતા ગુણ, નિજ માત કેવલ મેક્ષ દેતા, જે પ્રભુજી મહાગુણી, અષ્ટાપદ નિર્વાણ લઈને, જે સુખી શાશ્વત વર, વંદન કરું ધરી ભાવ દિલમાં, આદિનાથ જિનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org