________________
૨નાકર પચીશી (૨)
[ ૨૫ | [૧૨૦] પાપ પ્રજ્ઞા, લવ ન ઘટતી, જાય આયુષ્ય તોયે, ભોગેચ્છાઓ, પણ નવ ઘટે, જાય તારુણ્ય તયે, ચાહું ના હું, જિન! ધરમને, ઔષધે ય ચાહું, બંધાઈને દુઃખ અનુભવું, મેહના પાશમાં હું....
[૧૨૧] છે ના આત્મા પરભવ વળી, પુણ્યને પાપયે ના, બેટી વાણી, ઠગ જન તણી, કર્ણથી પીધ મેં હા ! આપશ્રી તે, પ્રકટત હતા, જ્ઞાન સૂર્ય અરે રે! તે ચે ભૂલ્ય, જિનવર! મુને, ખૂબ ધિક્કાર છે રે...
[૧૨૨] કીધી પૂજા, લવ પણ નહી, દેવ કે પાત્રનીયે, સાધુ શ્રાદ્ધ, પ્રમુખ, નહિ મેં, ઘર્મ પાળે જરીયે, પામ્યો છું આ નર ભવ છતાં નાથ ! સર્વ પ્રકારે, ભિષ્ણારણ્ય, રુદન કરવા, તુલ્ય બન્યું જ મારે....
[૧૨૩] લાગ્યું મારું, મન અતિ વિભો !' કલ્પવૃક્ષેપરે ને, ચિંતા ચૂરી, મણિ પર વળી, કામધેનુ પરે યે, બેટા છે તે, પણ સુખદ આ, જૈન ધમેં હમારા, ભાવે સ્પશર્યા,નહિ વર! જુઓ, મૂઢ આ ભાવ મારા
[૧૨૪] માન્યું સારું, વિષય સુખને, રેગ જેવું ન માન્યું, કીધી ઈચ્છા, બહુ ધનતણ, મૃત્યુ ને નાહિ જાયું, નારીઓ છે, જિનવર ! ખરે, નર્કનું કેદખાનું, એવું કે ના, અધમ મુજથી, ચિત્તમાં ચિંતવાયું....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org