________________
અમતગતિ કૃત પ્રાર્થના
[ ૧૧:
સુખદુ:ખમાં અરિમિત્રમાં સંગ કે વિયેગમાં, રખડું વને વા રાજભુવને, રાતે સુખ ભોગમાં, મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મહ કાપી, આ દશા કરુણાનિધિ!.
[૫૧] તુજ ચરણકમળને દીવડે, રૂડે હૃદયમાં રાખજે, અજ્ઞાનમય અધંકારના, આવાસને તમે બાળજો, તદરૂપ થઈએ દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધો, તુજ ચરણયુગ્મની રજમહીં હું પ્રેમથી નિત્ય ડૂબત.
પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતાં પ્રભુ! અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને, હણતાં કદી ડરતો નહીં, છેદી વિદી દુઃખ દેઈ ત્રાસ આપે તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક નાથ ! વીનવું આપને.
[૫૩] કષાયને પરવશ થઈ બહ, વિષય સુખ મેં ભોગવ્યા, ચારિત્રના જે ભંગ વિભુ; મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા, કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત, આચરણ મેં આપ્યું, કરજે ક્ષમા સૌ પાપ તે, મુજ રંકનું જે જે થયું.
મન વચન કાય કષાયથી, કીધાં પ્રભુ મેં પાપ બહુ સંસારનાં દુઃખ બીજ સૌ, વાવ્યાં અરે હું શું કહું, તે પાપને આલોચના, નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતે મંત્રથી, જેમ વિષ જાતુ વાદીથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org