________________
૧૧૮ ]
વીતરાગ સ્તુતિ સંચય
- [૫૭૮] તન ધન સ્વજન સૌ પર પદાર્થો મોહ તેને ત્યાગીને, આનંદ સાગરમાં બને મન મગ્ન જ્યારે જાગીને, પરમાત્મ જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં અહો, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરું.
[પ૭૯] શશી સૂર્યના કિરણો કદી જે મહતમને ના હણે, તે મહતમ નિર્મળ વચન કિરણે વડે જ ઝર હણે, જિનરાજ જગ શિરતાજ તું શિવસાજ જગજયવંત રે, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરુ.
સંસારમાં સૌ જન્મ મરણાદિ દુઓને દુઃખ કહે, પણ સુજ્ઞ જન તો વિષય સુખ પણ દુઃખ જાણી દૂર રહે, મુક્તિ વિષે છે સૌખ્ય સાચુ વિરલ મેક્ષાથી વરે, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરું.
[૫૮૧] સંસારવૃદ્ધિ કારણે સૌ કામ ભેગ કથાદિ તે, ચિરકાલ પામ્યા શ્રવણ પરિચય ને અનુભવ પૂરતો, પરમાત્મ જ્યતિ મુક્તિ હેતુ સ્વાનુભૂતિ ના કરી, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરુ,
[૫૮૨] અતિ ગહન આતમતત્વ તેને બંધ પણ દુર્લભ ઘણે, વળી વચનથી વર્ણન સુલભ તેનું જરાયે ના ગણે, સુજ્ઞાની શરણે આત્મલક્ષે સુગમ તેય અવશ્ય એ, દેજો પરમપદ પ્રાતિ મુજને એહ અરજી ઉર ધરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org