________________
૯૮ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૪૭૮] . જે પ્રભુના અવતારથી અવનમાં શાંતિ બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન ને અમીભરી દૃષ્ટિ દુ:ખ કાપતી, જે પ્રભુએ ભર યૌવને વ્રત ગૃહ ત્યાગી બધી અંગના, તે તારક જિનદેવના ચરણમાં હેજો સદા વંદના,
[૪૭૯] બારે વર્ષદા મધ્યમાં પ્રભુ તમે જ્યારે દધી દેશના, ત્યારે હું હતભાગી દૂર વસીયે, તે મેં સુણી લેશના, પંચમ કાળ કરાલમાં પ્રભુ તમે મૂર્તિ રૂપે છે મળ્યા, મારે તે મન આંગણે સુરતરુ સાક્ષાત્ આજે ફળ્યા.
[૪૮૦] પાપ મેં બહુ આચર્યા નરભવે રામ રમા કારણે, રાખી નહિ દીલમાં દયા અનુમતિ દીધી જીવે મારણે, ચેરી ને પરદાર લંપટ બની સાચું ન બેલ્યા જરા, દુઃખી હું જિનરાજ તાજ શિરના સામું જુઓ તે ખરા.
(૪૮૧] ભક્તિ તારી ભૂલી જઈ અરર હું હારી ગયે અંદગી વાણું આગમની સુણું નહીં કદા જે છે સુધા વાનગી, યાત્રાઓ તીરથે જઈ પગ વડે કીધી નહીં. આ ભવે, તપથી દેહ દ નહિ પરભવે મારું શું થાશે હવે.
[૪૨]. ગાયા નહિ જિનરાજ ગુણ જીભથી નિંદા કીધી મેં ઘણી, ધ્યાયા નહિ અરિહંતને હૃદયમાં ધમે નહિ લાગણી, પૂજ્યા નહિ પ્રભુ આપને પ્રણયથી શુદ્ધિ ધરી ચિત્તની, આપી દાન સુપાત્રમાં સફળતા કીધી નહિ વિત્તની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org