________________
[૭] ભૂમિશુદ્ધિ માટે વાયુદેવતાને વિનંતી કરતો મંત્રઃૐ હીં વાતકુમારાયવિબવિનાશકાય મહીંપૂતાં કુરુ કુરુ સ્વાહા
આ મંત્ર બોલતા ૪૫ આગમ મંડલ ફરતા મોરપીંછી વડે ભૂમિનું પ્રમાર્જન કરતા હોઈએ તેવી ચેષ્ટા કરવી.
- જળ છંટકાવ માટે મેઘકુમાર દેવતાને વિનંતી કરતો મંત્રઃ35 હીં મેઘકુમારાય ધરાં પ્રક્ષાલયપ્રક્ષાલય હું ફુટ્ સ્વાહા
આ મંત્ર બોલતા ૪૫-આગમ મંડલ ફરતા વાળાકુંચી પાણીમાં બોળીબોળીને ભૂમિ ઉપર જલ છંટકાવ કરવો. - ભૂમિશુદ્ધિ માટે નીચેનો મંત્ર બોલી માંડલા ફરતો કેસરનો છંટકાવ કરવો ૐ ભૂરસિ ભૂતધાત્રિ સર્વભૂતહિતે ભૂમિ શુદ્ધિ કુરુ કુરુ સ્વાહા
સ્નાનની ચેષ્ટા કરતા હોઈએ તે રીતે નીચેનો મંત્ર બોલવો. ૐ નમો વિમલ નિર્મલાય સર્વતીર્થજલાય પાં વાં ક્વીં ક્લીં અશુચિઃ શુચિર્ભવામિ સ્વાહા
બને ભૂાને સ્પર્શ કરતા નીચેનો મંત્ર બોલવો. ૐ વિધુતસ્કુલિકે મહાવિદ્ય સર્વકલ્મષ દહ દહ સ્વાહા
સકલીકરણ ન્યાસ-મંત્રાક્ષર ક્ષિ-પ- ૐ-સ્વા- હા - હા-સ્વા- ૐ -પ-ક્ષિ અનુક્રમે ઢીંચણ - નાભિ - દય-મુખ - મસ્તક ઉપર અને પછી મસ્તકથી ઢીંચણ તરફ નીચેના ક્રમમાં એ રીતે મંત્રાક્ષર સ્થાપના કરવી.
કર ન્યાસ (૧) 8 હીં નમો અરિહંતાણં – અંગુષ્ઠાભ્યાં નમઃ બંને હાથના અંગૂઠા ઉપર તર્જની વડે અંગૂઠાના મૂળથી ટોચ સુધી સ્પર્શ કરવો (૨) ૩૦ હીં નમો સિદ્ધાણં - તર્જનીભ્યાં નમઃ બંને હાથના અંગૂઠા વડે તર્જનીના મૂળથી ટોચ સુધી સ્પર્શ કરવો.
(૩) % હીં નમો આયરિયાણં - મધ્યમાભ્યાનમઃ બંને હાથના અંગૂઠા વડે મધ્યમા આંગળીના મૂળથી ટોચ સુધી સ્પર્શ કરવો. (૪) ૐ હ્રીં નમો ઉવજઝાયાણં - અનામિકાભ્યાં નમઃ બંને હાથના અંગૂઠા વડે અનામિકાના મૂળથી ટોચ સુધી સ્પર્શ કરવો.
(૫) ૐ નમો લોએ સવ્વ સાહૂણં કનિષ્ઠિકાભ્યાં નમઃ બંને હાથના અંગુઠા વડે કનિષ્ઠિકા (ટચલી આંગળી)ના મૂળથી ટોચ સુધી સ્પર્શ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org