________________
[] (૮) પછી ઉપર કેસરનો સાથીયો કરવો, ચોખા અને પુષ્પથી કુંભને વધાવવો. (૯) પરમાત્માની જમણી બાજુ અને આપણી સામે ડાબીબાજુ આવે તે રીતે
ચોખાનો મોટો-જાડો સાથીયો કરી કુમારીકા કે સૌભાગ્યવતી સ્ત્રીને હાથે
કુંભને સ્થાપન કરાવવો. (૧૦) સ્થાપના કરેલા કુંભને હાથનો સ્પર્શ કરી પાંચ વખત “ૐ હ્રીં ઠક ઠક ઠક
સ્વાહા” એ મંત્ર બોલવો. (૧૧) આ કુંભ ઉપર નીચેનો મંત્ર બોલવા પૂર્વક પૂજ્ય ગુરુ ભગવંત પાસે
વાસક્ષેપ કરાવવો. તથા કેસર મિશ્રિત ચોખા વડે કુંભને વધાવવો. પૂર્ણ યેન સુમેરુ શુ સદશં, ચૈત્ય સુદેદીપ્યતે યઃ કીર્તિ યજમાનધર્મકથન, પ્રસ્કૂર્જિતાંભાષતે; યઃ સ્પર્ધા કરતે જગત્રયમહા-દીપેન દોષારિણા સોડયં મફલરુપમુખગણના, કુમ્ભશ્ચિાં નન્દતાત્ કુંભ પાસે નવ સ્મરણ ગણાવવા. (યાદ રહે કે કોઈપણ સમયે નવે સ્મરણ ગણવામાં કોઈ જ દોષ નથી. માટે સાત સ્મરણ ન ગણતા નવે નવ સ્મરણ જ ગણવા.)
દીપ સ્થાપના વિધિ (૧) તાંબાનું મોટું કોડીયું ધોઈ ધૂપ દઈને તૈયાર કરવું. (૨) તેના ઉપર કંકુ-કેસરના છાંટણા કરી. ચોખા તથા પુષ્પથી વધાવી, તેમાં
સવારૂપીયો મૂકવો. (૩) ર૭ તારની અથવા રૂની દીવેટ બનાવી તેમાં મૂકવી. (૪) નીચેનો મંત્ર બોલતા સૌભાગ્યવંતી સ્ત્રી પાસે ઘી પૂરાવવું.
34 ધૃતમાયુવૃદ્ધિકરં ભવતિ પર જૈન દૃષ્ટિ સમકતા
તસંયુક્ત પ્રદીપ પાતુ સદા ભાવ દુ:ખેભ્યઃ સ્વાહા (૫) નીચેનો મંત્ર બોલી દીપ પ્રગટાવવો.
અહં પંચજ્ઞાનમહાજ્યોતિર્મયાય ધ્યાન્તધાતિને
ઘાતના પ્રતિમાયા દીપો ભૂયાત સદાડહત (૬) કુંભની બાજુમાં જમણી તરફ આપણી ડાબી તરફ માટીનું લીંપણ કરી, ઉપર
ચોખાનો સાથીયો કરી, તેના ઉપર દીપનું સ્થાપન કરવું. (૭) દીપકની ઉપર કાચનું ઢાંકણ રાખવું. ૪૫ આગમ પૂજન ચાલે ત્યાં સુધી અખંડ દીપક રાખવા ઘી પૂરવાની અને દીવેટની કાળજી રાખવી. નીચેના મંત્ર બોલવા પૂર્વક કપાળેતિલક કરવું.
ૐ હ્રીં ઐ નમઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org