SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫] ।। દશમું શ્રીપ્રશ્નવ્યાકરણઅંગ સૂત્રનું પૂજન ॥ ત્રિપદી અર્થ પ્રકાશીઓ, ગણધરને જિનરાજ | તે જિનદેવને પૂજતાં, લહિયે શિવસામ્રાજ્ય ॥ ૧ ॥ વાલાજી પાંચમ મંગળવાર, પ્રભાતે ચાલવું રે લોલ- એ દેશી ।। ↑ ભવિ તુમે પૂજો શ્રી મહાવીર, સરસ કેસર ઘસી રે, લોલ । ભવિ તુમે કસ્તુરી બરાસ, અંબર ભેળી ઘસી રે લોલ || ભવિ તુમે પંચવરણી વર કુસુમ, હાર કંઠે ઘરો રે લોલ ભવિ તુમ ધૂપ ઉખેવો ભાવથી, જિમ ભવજળ તરો રે લોલ ॥ ૧ ॥ ભવિ તુમે જગદીપક જિન આગળ, દ્રવ્ય દીપક પૂરો રે લોલ ॥ વિ તુમે ભાવદીપક લહો કેવળ, નાણ ઉલટ ઘરે રે લોલ II ભવિ તુમે ભાવદીપક લહો કેવળ, નાણ ઉલટ ધરે રે લોલ II ભવિ તુમે અક્ષત નૈવેદ્ય ફળ ઠવી, ભવસાગર તરો રે લોલ ॥ ભવિ તુમે સેવી સંવર ભાવ, એ શિવરમણી વરો રે લોલ ॥ ૨ ॥ ભવિ તુમે ઠંડી આશ્રવ પંચ, પૂજા પ્રેમે કરો રે લોલ ॥ ભવિ તુમે જિનપૂજા જે શુદ્ધ, દયા તે મન ધરો રે લોલ ॥ ભવિ તુમે શીલ સંયમ શિવ સમિતિ, જાણિયે રે લોલ | ભવિ તુમે સમિતિ ભદ્રા બોધિ, વખાણીયે રે લોલ ॥ ૩ ॥ ભવિ તુમે જાણો દશમે અંગ, સુ યખંધ એક છે રે લોલ ॥ ભવિ તુમે સમજો દશ અધ્યયન, અર્થથી છેક છે રે લોલ || ભવિ તુમે કર્મ નિર્જરા હેતુ, ચૈત્ય, ભક્તિ કરો રે લોલ | ભવિ તુમે પૂજો ધ્યાઓ સમરો, જિમ ભવજળ તરો રે લોલ ॥ ૪ ॥ ભવિ તુમે શ્રી જિનરાજ, ઉત્તમ મુખ પદ્મની દેશના રે લોલ | ભવિ તુમે ટાળો અનાદિ કર્મ, દાયક જે કલેશના રે લોલ | ભવિ તુમે રૂપવિજય પદકમલા, વિમલા પાવજો રે લોલ ॥ ભવિ તુમે સરસ સુકંઠે શ્રી જિન, આગમ ગાવો રે લોલ ॥ ૫ ॥ → મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી → પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૧૦- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે ૐ હ્રીં શ્રી પ્રશ્નવ્યાકરણઅંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા આ મંત્ર બોલી આગમ પધરાવો → પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy