________________
(૮૨)
વિધિસંગ્રહ-૧-(મોટા જોગની વિધિ)
મોટા જોગની વિધિ
(૨)
(૧) આ પૂર્વે અમે નાના જોગની (વડી દીક્ષા માટેના જોગની) વિધી સવિસ્તર આપી છે. અહીં મોટા જોગની વિધિ માટેની
આવશ્યક વિગતો આપતા પહેલા કયા જોગમાં કેટલા દિવસો હોય, કયા દિવસે કેટલા કાઉસ્સગ્ન વગેરે આવે તેના કોષ્ટકો મુકીએ છીએ. આ કોષ્ટકમાં આવતા કાઉસ્સગ્નના અંકોને સમજવા માટે અમે પૃષ્ઠ-૩૯ ઉપર સ્પષ્ટીકરણ આપેલ છે જ. વિશેષ
સમજણ માટે દશવૈકાલિકના જોગની વિધિમાં અપાયેલી સુચનાઓ. પૃષ્ઠ-૩૧ થી ૩૩ માં જોઇ શકો છો. (૩) કોષ્ટકમાં આપેલ દિવસોમાં વૃદ્ધિ દિન અલગ ઉમેરવાના હોય છે. (૪) અત્રે આપેલ કોષ્ટક શ્રી બૃહદ યોગ વિધિ’’ પુસ્તક અનુસાર જ આપેલ છે. પણ પરંપરાગત રીતે જે ક્રમમાં જે-જે
મોટા જોગ થતા હોય તે પ્રમાણે જ કરાવવા. મોટા જોગ કરાવનાર વડીલ પૂજ્યશ્રીને આ વિધિ ફક્ત માર્ગ સૂચક બની શકશે પણ જોગ કરાવવા માટેનું અનુભવજ્ઞાન નિતાન્ત આવશ્યક છે. કેમકે સમગ્ર વિધિ અને જોગમાં પડતા દિવસો કે થતી ભૂલો ગ્રન્થસ્થ કરવા મુશ્કેલ છે. તેમજ આગાઢ-અનાગાઢ જોગનો ભેદ વગેરે વિશિષ્ટ બાબતો ગુરુ પરંપરાથી જાણવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org