________________
દીક્ષા-યોગાદિ વિધિ
શ્રી અનુયોગ વિધિ
શ્રી ચિંતામણિપાર્શ્વનાથાય નમઃ
શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમ:
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
પક શ્રી ગૌતમગણધરાય નમઃ પ.પૂ.ગચ્છાધિપતિ હમસાગરસૂરીભ્યો નમઃ ૫.પૂ.ધ્યાનસ્થ સ્વર્ગત, નૌમિ સૂરિમાનંદ સાગરમેં
પ.પૂ.આચાર્ય શ્રી કંચનસાગર સૂરિભ્યો નમઃ
ઉપસ્થાપના (વડી દીક્ષા) સમયે કરાતી
અનુયોગવિધિ
(૧) અનુયોગ-વડી દીક્ષાના આગલે દિવસે સાંજે પાણી ચુકાવીને સાંભળવાનો હોય છે. (૨) સાંજે ન સંભળાવી શકાય તો વડી દીક્ષાના દિવસે અનુયોગ સંભળાવાય, અનુયોગ સાંભળ્યા બાદ વડી દીક્ષાની ક્રિયા થાય
ત્યાં સુધી વડી નીતિ ન જવાય. (૩) વડીદીક્ષાના પહેલે દીવસે સાંજે પાણી ચુકાવી સો ડગલામાં વસતિ શુદ્ધ કરવી, કાજે લેવો, મહનિશિથ યોગ વાળા પાસે
અનુયોગ સાંભળવો. મહાનિશીથ યોગવાળાએ પડિલેહણ કરેલા સ્થાપનાજી ઉપયોગમાં લેવા : વસતિ જોઈ શિષ્ય ભગવન્ સુધ્ધા વસહિ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org