________________
દીક્ષાવિધિ શ્રી જીરાવલાપાર્શ્વનાથાય નમઃ
શ્રી ચિંતામણિપાર્શ્વનાથાય નમ:
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી આનંદસાગરસૂરીશ્વરેભ્યો નમઃ
દીક્ષાવિધિ
• નાણમાં ચાર દિશા સન્મુખ ચાર પ્રતિમાજી પધરાવવા. ૦ નાણ નીચે ચોખાનો સાથીઓ કરી શ્રીફળ પધરાવવું.
નાણની ચારે દિશાએ ચોખાના સાથીઓ કરી ચાર શ્રીફળ પધરાવવા. રૂપાનાણું મૂકવું. ચાર દીપક મૂકવા. એક દીપક વધારાનો પણ રાખવો. ધૂપ રાખવો. ક્રિયાના સ્થળથી ચારે બાજુ ૧૦૦-૧૦૦ ડગલાં વસતિ જોવી. • ભાવિક દીક્ષાર્થી સચિત્તમાળા કાઢી નાંખી, હાથમાં શ્રીફળ લઈ, નાણની ચારે દિશાએ પ્રતિમાજી સન્મુખ એક એક
નવકાર ગણતાં ત્રણ પ્રદક્ષિણા દે. (બાર નવકાર થાય) ત્યાર પછી તે શ્રીફળ નાણમાં પધરાવી દે. • દીક્ષાર્થી હાથમાં ચરવળો મુહપત્તિ લે, જમીન પૂંજીને કટાસણું પાથરે.
દીક્ષાની ક્રિયા માટે ગુરૂની જમણી બાજુ પરૂપે અને ડાબી બાજુ સ્ત્રીએ ઊભા રહેવું. • દીક્ષા વિગેરે નંદિની ક્રિયા મહાનિશીથના યોગ કર્યા હોય તે કરાવી શકે. • નંદિ અનુયોગના યોગ કર્યા હોય તે નંદિના સૂત્ર બોલી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org