________________
(
૪ )
મારે કંઈક કહેવું છે. શ્રી પદ્માવતી માતાજીનો મહિમા લોકોના ચિત્તમાં વિસ્તરતો જાય છે. પણ ! પરમકૃપાળુ પરમાત્માના સ્મરણ સિવાય માત્ર શાસન દેવ કે દેવીને પૂજવા કે ભજવાની વાત, એ દેવાધિદેવની આશાતના રૂપ છે. તેથી અમોએ શ્રી પાર્શ્વપદ્માવતી મહાપૂજન દ્વારા વીતરાગ પરમાત્મા પૂજન અને શાસનદેવીના અનુષ્ઠાન અર્થે આ પુસ્તિકા પ્રગટ કરવાના મનોરથ કર્યા. | મારો પોતાનો ૧૮ વર્ષથી અંજનશલાકા, પ્રતિષ્ઠા કરાવવાનો તથા મહાપૂજનો ભણાવવાનો અનુભવ તો હતો જ. તેમાં ૨૦૧૮ના ચાતુર્માસમાં મારું મિલન થયું આગમ દીવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી સાથે. જેઓએ આજ પર્યન્ત ઉવસગ્ગહર' તથા પદ્માવતીજીનો ૧૮-૧૮ લાખનો જાપ કર્યો છે. જેમની નિશ્રામાં પ૧ કરતા વધુ વખત શ્રી પદ્માવતીજી પૂજન ભણાયેલ છે. તેમની સાથે મારા વિચારવિમર્શથી શ્રી પાર્શ્વ-પદ્માવતી પૂજનની પુસ્તિકાના મનોરથ દઢ બન્યા. ભાવપૂર્વક દ્રવ્ય ભક્તિમાં નિમિત્ત બન્યા સાધ્વીજીશ્રી પુન્યપ્રભાશ્રીજી. શીવ્રતયા મેં મારા મનોરથોને અક્ષરદેહ અર્પવાનો નિર્ણય કર્યો. જેના ફળ સ્વરૂપ આ પુસ્તિકા આપના કરકમળ સુધી પહોંચી શકી.
આ પૂજનની પ્રત કે પુસ્તિકાનું પ્રકાશન અન્ય પૂજ્યશ્રી કે સજ્જનો દ્વારા પણ થયું છે. અમે તો માત્ર અમારી શ્રદ્ધા અને ભક્તિરૂપ કુસુમને પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વપ્રભુ અને મહાફળદાત્રી શાસનદેવી શ્રી પદ્માવતીને ચરણે અર્પણ કરવાની એક માત્ર હૃદયેચ્છાને વાચા આપી છે. પરંપરા પ્રાપ્ત આ પૂજનવિધિને આકર્ષક રીતે રજૂ કરવાનો અમારો આ પુરુષાર્થ એ પણ કેવળ ભક્તિ સ્વરૂપે જ સ્વીકારવા મારી નમ્ર વિનંતી છે.
આપ સર્વે આ મહાપૂજન રૂપ અનુષ્ઠાન થકી આપના પ્રવર્તમાન જીવનમાં નિર્મલ સમ્યગુ દર્શન સ્વરૂપ દીપ પ્રગટાવો અને પરંપરાએ આત્મ વિશુદ્ધિની વાટ પકડી ખુદ પૂજ્યતાને ધારણ કરનાર બનો એવી એક માત્ર અભ્યર્થના સહ આપના પથ પ્રદર્શક બનવાની ભાવના ભાવીએ છીએ.
વિધિકારક - સંજયભાઈ પાઈપવાળાના
સર્વે આરાધકોને પ્રણામ સહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org