________________
(૨૬)
આરતી થાળીમાં દીપક તથા કપૂર પ્રગટાવી તેમજ રૂપાનાણું મૂકી આરતી ઉતારવી:
(રાગ - જય જય આરતી આદિ આણંદા) દેવી પદ્માવતી આરતી તુમારી, મંગલકારી જય જયકારી. દેવી ૧ પાર્થ પ્રભુ છે શિરપાર તાહરે, ભક્તિ કરતા તું ભક્તોને તારે. દેવી ર ઉજ્જવલવર્ણ મૂર્તિ શું સોહે, નીરખી હરખી સહુજન મોહે. દેવી ૩ કુટ સર્પના વાહને બેઠી, ભદ્રાસનથી તું શોભે છે રૂડી. દેવી ૪ સપ્તકણા શોભે મનોહારી, નયન મનોહર પરિકરધારી. દેવી ૫ કમલ પાશાંકુશ ફળ રૂડું સંગે, ચાર ભૂજામાં કલામય અંગે. દેવી ૬ વિવિધ સ્વરૂપે ભિન્નભિન્ન નામે, જગ પૂજે સહુ સિદ્ધિ કામે. દેવી ૭ શીઘ્રફળા તું સંકટ ટાળે, વિદન વિદારે વાંછિત આલે. દેવી ૮ ધરણેન્દ્ર દેવના દેવીછો ન્યારા, પાર્શ્વભક્તોના દુ:ખ હરનારા. દેવી ૯
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org