________________
-
-
(૨૫)
શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરતિ જય જય આરતિ પાર્શ્વ જિગંદા, પ્રભુ મુખ સોહે પૂનમ ચંદા. જય ૧ પહેલી આરતિ અગર કપુરા, ઝગમગ ઝગમગ જ્યોતિ સનુરા. જય ૨ બીજી આરતિ પાસ પ્રભુની, સહુ મલી કીજે ભક્તિ સલુણી. જય ૩ આરતિ કિજે અતિ ઉજમાલા, ઝળહળ ઝળહળ ઝાકઝમાળા. જય ૪ મોહન મુરતિ નવ કરવાને, નિરૂપમ ઓપત નીલે વાને. જય ૫ નવ નવ નાદ મૃદંગ ને ફેરી, વાગત ઝલ્લરી ભૂંગલ ભેરી. જય ૬ વામા કે સુત હૃદયમાં વસીયા, આરતિ કરતા મન ઉલ્લાસીયા. જય ૭ ઘંટ મનોહર મંગલીક વાજે, સાંભળતા સવિ સંકટ ભાંજે. જય ૮ આરતિ આ રતિ દૂર નિવારે, મંગલ મંગલ દીપ વધારે. જય ૯ અશ્વસેન કુલ દીપક પાસ, સેવક દિયો સમક્તિ વાસ. જય ૧૦ ધૂપ દીપ ધરતા પ્રભુ આગે, ઉદયરાયણતવ પ્રભુતા જાગે. જય ૧૧
મંગલ દીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો આરતિ ઉતારી ને બહુ ચિરંજીવો સોહામણું ઘેર પર્વ દિવાળી અમર ખેલે અમરા બાળી દિપાળ ભણે એણે કુલ અજવાળી ભાવે ભગતે વિદન નિવારી દિપાળ ભણે એણે એ કલિકાળે આરતિ ઉતારી રાજા કુમારપાળે અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક મંગલિક ચતુર્વિધ સંઘને હોજો.
દીવો રે દીવો પ્રભુ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org