SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ પ્રશસ્તિ श्रीदेवसुंदरमुनीश्वरपट्टनेतुः श्रीसोमसुंदरगुरोरपि पंच शिष्याः ।। तत्र स्वपट्टवियदंगणभानुमाली, मुख्योतिषद्गणधरो मुनिसुंदराख्यः ॥ १९ ॥ (वसन्त) अन्ये श्रीजयचंद्रः सूरिः श्रीभुवनसुंदराह्वश्च । શ્રીનિનસુંદરસૂરિર્નિનવર્તિસ્થતિ સૂરદ્રાઃ || ૨૦ | (ગાય) मुनिसुंदरसूरिपट्टभानु-गुरुरासीदथ रत्नशेखराख्यः ।। दधदस्य पदं बभूव लक्ष्मी-पदयुक्त सागरसूरिरीश्वराय॑ः ॥ २१ ॥ (औपच्छन्दः) सुमतिसाधुगुरुस्तदनु प्रभा मुदवहद्दधदस्य पदं प्रभुः । पदमदीदिपदस्य च हेमयुग्-विमलसूरिरुदात्तगुणोदयः ॥ २२ ॥ (द्रुत) पट्ट तस्य बभूवुरुग्रतपसो वैरंगिकाग्रेसरा, आनंदाद्विमलाह्वया गणभृतो भव्योपकारोध्धुराः । ये नेत्रेभशरामृतद्युतिमिते (१५८२) वर्षे क्रियोद्धारतश्चक्रु स्वां जिनशासनस्य शिखरे कीर्तिं पताकामिव ॥ २३ ॥ (शार्दूल) प्रमादाभ्रच्छ्रन्नं चरणतरणिं मंदकिरणं पुनश्चक्रे दीप्र रुचिररुचिरब्दात्यय इव । सृजन पद्मोल्लासं सुविशदपथश्चंद्रमधुरो, दिदीपे निःपंकः स इह गुरुरानंदविमलः || ૨૪ | (શિવ) ગુણવાળા શ્રી કુલમંડનસૂરિ ૨, મહાત્મા શ્રી ગુણરત્ન ગુરૂ ૩, શ્રી સોમસુંદર ગુરૂ ૪, અને શ્રી સાધુરત્ન ગુરૂ પ. ૧૮. ત્યારપછી શ્રી દેવસુંદર મુનીશ્વરની પાર્ટીના નેતા જે શ્રી સોમસુંદર ગુરૂ હતા તેને પણ પાંચ શિષ્યો હતા. તેમાં પોતાના પટ્ટરૂપી ગગનાંગણમાં સૂર્યસમાન મુખ્ય શિષ્ય શ્રી મુનિસુંદર નામના ગણધર હતા. ૧૯, બીજા શ્રી જયચન્દ્રસૂરિ, ત્રીજા શ્રી ભુવનસુંદર નામના, ચોથા શ્રી જિનસુંદર સૂરિ અને પાંચમા શ્રી જિનકીર્તિસૂરીન્દ્ર થયા. ૨૦. ત્યારપછી શ્રી મુનિસુંદરસૂરિના પટ્ટ ઉપર સૂર્યસમાન શ્રી રત્નશેખર નામના ગુરૂ થયા. તેમના પટ્ટને ધારણ કરનાર અને રાજાઓને પણ પૂજવાલાયક, લક્ષ્મી શબ્દ વડે યુક્ત સાગર એટલે શ્રી લક્ષ્મીસાગર સૂરિ થયા. ૨૧. ત્યારપછી તેના પદને ધારણ કરનાર અને સાધુઓના ગુરૂ શ્રી સુમતિ નામના પ્રભુ (સૂરિ) પ્રભાને વહન કરતા હતા, તેના પદને મોટા ગુણના ઉદયવાળા હેમશબ્દ સહિત વિમલ એટલે શ્રી હેમવિમલસૂરિ દીપાવવા લાગ્યા. ૨૨. તેની પાટે ઉગ્ર તપવાળા, વૈરાગ્યવંતમાં અગ્રેસર અને ભવ્યોનો ઉપકાર કરવામાં તત્પર એવા શ્રી આનંદ વિમલ નામના ગણધર થયા. તેમણે સંવત ૧૫૮૨ વર્ષે ક્રિયાનો ઉદ્ધાર કરીને જિનશાસનના શિખર ઉપર પતાકાની જેમ કીતિને ફેલાવી હતી. ૨૩. પદ્મ એટલે કમળનો અને બીજા પક્ષમાં પડ્યા એટલે જ્ઞાનાદિક લક્ષ્મીનો ઉલ્લાસ કરતા, નિર્મળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy