________________
૩૭૮
श्रीवज्रसेनसुगुरुर्बिभरांबभूव, पट्टं तदीयमथ चंद्रगुरुः पदेऽस्य ।
सामंतभद्रगुरुरुन्नतिमस्य पट्टे चक्रेऽस्य पट्टमभजद्गुरुदेवसूरिः || ६ || ( वसन्त ) प्रद्योतनस्तदनु तस्य पदे च मान - देवस्तदीयपदभृद्गुरुमानतुंगः ।
वीरस्ततोऽथ जयदेव इतश्च देवानंदस्ततश्च भुवि विक्रमसूरिरासीत् ॥ ७ ॥ ( वसन्त) तस्माद्बभूव नरसिंह इति प्रतीतः सूरिः समुद्र इति पट्टपतिस्तदीयः ।
सूरिः पदेऽस्य पुनरप्यजनिष्ट मान देवस्ततश्च विबुधप्रभसूरिरासीत् ॥ ८ ॥ ( वसन्त) जयानंदः पट्टे श्रियमपुषदम्यस्य च रवि-प्रभस्तत्पट्टेशः समजनि यशोदेवमुनिराट् । ततः प्रद्युम्नाख्यो गुरुरुदयतिस्माथ पुनर-प्यभून्मानादेवो गुरुविमलचंद्रश्च तदनु ॥ ९ ॥ (શિરિની)
तस्मादुद्योतनाख्यो गुरुरभवदितः सर्वदेवो मुनींद्रस्तस्माच्छ्रीदेवसूरिस्तदनु पुनरभूत्सर्वदेवस्ततश्च । जज्ञाते सूरिराजौ प्रगुणगुणयशोभद्रसन्नेमिचंद्रौ,
પ્રશસ્તિ
विख्यातौ भूतलेऽस्मिन्नविरतमुदितौ नूतनौ पुष्पदंतौ ॥ १० ॥ (ग्रा) मुनिचंद्रमुनिस्ततोऽद्भुतोऽथाऽजितदेवश्च तदंतिषद्वरेण्यः ।
अपरः पुनरस्य शिष्यमुख्यो, भुवि वादी विदितश्च देवसूरिः ॥ ११ ॥ ( औपच्छन्दः)
·
શ્રી દિત્ર નામના સૂરિ થયા. તેની પાટે શ્રી સિંહગિરિ નામના ગુરુ શોભતા હતા. તેની પાટે શ્રી વજ્રગુરુસ્વામી થયા. ૫.
તેના પટ્ટને શ્રી વજ્રસેનગુરુ ધારણ કરતા હતા. તેને સ્થાને શ્રી ચન્દ્રગુરુ થયા. તેના પટ્ટ પ૨ શ્રી સામંતભદ્ર ગુરુ ઉન્નતિ કરનાર થયા. તેની પાટે શ્રી દેવસૂરિ નામના ગુરુ થયા. ૬.
ત્યારપછી શ્રી પ્રદ્યોતનસૂરિ થયા. તેને સ્થાને શ્રી માનદેવસૂરિ થયા. તેના પટ્ટને ધારણ કરનાર શ્રી માનતુંગ નામના ગુરુ થયા. ત્યારપછી શ્રી વીર નામના સૂરિ થયા. ત્યારપછી શ્રી જયદેવસૂરિ થયા. ત્યારપછી શ્રી દેવાનંદસૂરિ અને ત્યાર પછી પૃથ્વી પર શ્રી વિક્રમ નામના સૂરિ થયા. ૭.
ત્યારપછી શ્રી નરસિંહ નામે પ્રસિદ્ધ સૂરિ થયા. તેના પટ્ટના સ્વામી શ્રી સમુદ્ર નામના સૂરિ થયા. તેને સ્થાને શ્રી માનદેવસૂરિ અને ત્યારપછી શ્રી વિબુધપ્રભસૂરિ થયા. ૮.
તેના પટ્ટ ઉપર શ્રી જયાનંદસૂરિ શોભતા હતા. તેની પાટે શ્રી રવિપ્રભસૂરિ થયા. તેની પાટના સ્વામી શ્રી યશોદેવ મુનિરાજ થયા. ત્યારપછી શ્રી પ્રદ્યુમ્ન નામના ગુરુ ઉદય પામ્યા. ત્યારપછી શ્રી માનદેવ થયા. ત્યારપછી શ્રી વિમલચન્દ્ર ગુરુ થયા. ૯.
Jain Education International
ત્યારપછી શ્રી ઉદ્યોતન નામના ગુરુ થયા. ત્યારપછી શ્રી સર્વદેવ નામના મુનીન્દ્ર થયા. ત્યારપછી શ્રી દેવસૂરિ અને ત્યારપછી ફરીથી શ્રી સર્વદેવ નામના બીજા સૂરિ થયા. ત્યારપછી આ ભૂતલને વિષે પ્રસિદ્ધ, નિરંતર ઉદય પામેલા નવીન સૂર્ય-ચન્દ્ર જેવા ઘણા ગુણવાળા શ્રી યશોભદ્ર અને શ્રી નેમિચન્દ્ર નામના સૂરિરાજ થયા. ૧૦.
ત્યારપછી અદ્ભુત એવા શ્રી મુનિચન્દ્ર નામના મુનિ થયા. ત્યારપછી તેના શિષ્યોમાં શ્રેષ્ઠ
For Private & Personal Use Only
www.jainelibrary.org