________________
૨૪૪
કાલલોક-સર્ગ ૩૪ व्रतैर्मूलोत्तरगुणैः प्रत्याख्यानैश्च वर्जिताः । सम्यक्त्वेनापि रहिताः प्रायः स्युमनुजास्तदा ॥ २०९ ।। कदाचिदेषां केषांचित् सम्यक्त्वं संभवत्यपि ।
संक्लिष्टाध्यवसायत्वा-द्विरतिस्तु न सर्वथा ॥ २१० ॥ तथोक्तं भगवत्यां-'ओसण्णं धम्मसन्नपब्भट्ठा' जंबूद्वीपप्रज्ञप्त्यां च-'ओसण्णं धम्मसन्नसम्मत्तपरिब्भट्ठा' ओसन्नमितिः प्रायोग्रहणात्क्वचित्सम्यक्त्वं प्राप्यतेऽपीति भावः,
प्रायः कच्छपमत्स्यादि-मांसक्षौद्रादिभोजिनः । तुच्छधान्याशिनः केऽपि बह्वाहारा बहुक्षुधः ॥ २११ ।। प्रायो विपद्योत्पद्यते तिर्यक्षु नरकेषु ते । तिर्यग्भ्यो नरकेभ्यश्च ते प्रायेण स्युरागताः ।। २१२ ॥ चतुष्पदा मृगव्याघ्र-सिंहाश्वौतुवृकादयः । पक्षिणो ढंककंकाद्याः सरटाद्याः सरीसृपाः ॥ २१३ ॥ एतेऽपि सर्वे नरक-तिर्यग्दुर्गतिगामिनः ।। स्युर्मासभक्षिणः क्रूरा-ध्यवसायाश्च निर्दयाः ॥ २१४ ॥ षष्ठस्य चारकस्यादौ नरा हस्तद्वयोच्छ्रिताः ।
हीयमानाः क्रमादंते चैकहस्तोच्छ्रिता मताः ॥ २१५ ।। વર્જિત, સમ્યક્તથી પણ રહિત એવા પ્રાયે મનુષ્યો હોય છે. ૧૯૭-૨૦૯.
કદાચિતું તેમાંના કોઈક મનુષ્યોને સમ્યત્ત્વ સંભવે છે પણ સંસ્લિષ્ટ અધ્યવસાયવાળા હોવાથી વિરતિ તો સર્વથા હોતી જ નથી. ૨૧૦.
શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે કે પ્રાયે ધર્મસંજ્ઞાથી પ્રભૃષ્ટ હોય છે.... જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે - પ્રાયે ધર્મસંજ્ઞા ને સમ્યક્તથી પરિભ્રષ્ટ હોય છે? ઓસન્ન એટલે પ્રાયઃ શબ્દ ગ્રહણ કરેલ હોવાથી ક્વચિત્ સમ્યક્ત પામી શકે છે, એમ સમજવું.
એ મનુષ્યો પ્રાયે કાચબા અને માછલા વિગેરેના માંસના તેમજ મઘ વિગેરેના ખાનારા, કોઈ તુચ્છ ધાન્યના ખાનારા તેમજ બહુ આહારવાળા અને બહુ સુધાવાળા હોય છે. ૨૧૧
એ મનુષ્યો મરણ પામીને પ્રાયે તિર્યંચમાં અને નરકમાં ઉત્પન્ન થાય છે અને તેઓ પ્રાયે નરક અને તિર્યંચગતિમાંથી જ આવેલા હોય છે. ૨૧૨.
હવે ચતુષ્પદ હરણ, વાઘ, સિંહ, અશ્વ, વરગડા, બીલાડા વિગેરે પક્ષીઓ ઢંક, કંક વિગેરે સરિસૃપ સરડા વિગેરે-એ સર્વે નરક અને તિર્યંચરૂપ દુર્ગતિગામી હોય છે, કારણ કે તે માંસભક્ષી ક્રૂર અધ્યવસાયવાળા અને નિર્દય હોય છે. ૨૧૩-૨૧૪. - છઠ્ઠા આરાની આદિમાં મનુષ્યો બે હાથ ઉંચા હોય છે. તે અનુક્રમે ઘટતા ઘટતા છઠ્ઠા આરાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org