________________
કર્મના વિપાકનાં ફેરફાર
૨૫
न चास्य श्रूयते दुःख-विपाकः सप्तमक्षितेः ।
अचिरादेव कैवल्यं प्राप्तस्य शुभभावतः ॥१५१॥ अत्रोच्यते- यद्बद्धं कर्म तत्सर्वं प्रदेशपरिभोगतः ।
अवश्यं भुज्यते जीवै रसानुभवतः पुनः ॥१५२॥ कर्मानुभूयते किंचित् किंचित्तु नानुभूयते । तथाविधपरीणामा-त्तद्रसस्यापवर्तनात् ॥१५३॥ ततः प्रसन्नचंद्राद्यैः सप्तमावनिकर्मणां । प्रदेशा नीरसा भुक्ता नानुभागस्तदुद्भवः ॥१५४।। ननु प्रसन्नचंद्राद्यै-र्बद्धं कर्म रसांचितं ।
यद्भुक्तं तन्नीरसं त-त्कृतनाशाकृतागमौ ॥१५५॥ अत्रोच्यते- परिणामविशेषेण यद्येषां क्षीयते रसः ।
किमनिष्टं तदा कौ वा कृतनाशाकृतागमौ ॥१५६॥ तीव्रातपोपतप्तस्य यदीक्षोः क्षीयते रसः ।
अपूर्वस्यागमः कोऽत्र जायते वद सन्मते ! ॥१५७।। દુઃખના વિપાકવાળું કર્મ બાંધ્યું હતું, તેનો ભોગ તેને પ્રાપ્ત થવો જોઈએ, છતાં તે તો શુભ પરિણામથી તત્કાળ કેવળજ્ઞાન પામ્યા હતા. તેઓને સાતમી નરક પૃથ્વીના દુઃખનો વિપાક સાંભળવામાં આવતો નથી તે કેમ ? ૧૪૯–૧૫૧.
ઉત્તર :- જીવોએ જે કર્મ બાંધ્યું હોય, તે સર્વ પ્રદેશના અનુભવથી અવશ્ય ભોગવાય છે, પરંતુ રસના અનુભવથી તો કોઈક કર્મ અનુભવાય છે અને કોઈક કર્મ તથા પ્રકારના પરિણામથી તેના રસની અપવર્તન થવાથી અનુભવાતું નથી તેથી પ્રસન્નચંદ્રાદિએ સાતમીનારકયોગ્ય કર્મના પ્રદેશો રસ વિનાના ભોગવ્યા હતા, પરંતુ તેનાથી ઉત્પન્ન થયેલો રસ ભોગવ્યો નથી.૧૫ર-૧૫૪.
પ્રશ્ન – પ્રસન્નચંદ્રાદિકે રસવાળું કર્મ બાંધ્યું અને નીરસ કર્મ ભોગવ્યું, તેથી કૃતનાશ અને અકૃતાગમન નામના બે દોષ પ્રાપ્ત થયા.૧૫૫.
ઉત્તર :- જો કદાચ વિશેષ પ્રકારના શુભ પરિણામથી તેવાં કર્મોનો રસ ક્ષીણ થાય, તો તેમાં શું અનિષ્ટ છે? તથા કૃતનાશ અને અકૃતાગમ દોષ શી રીતે પ્રાપ્ત થાય ? જો કદાચ તીવ્ર તડકાથી તપેલી શેરડીનો રસ સુકાઈ જાય, તો તેમાં કયા અપૂર્વ પદાર્થનું આગમન થાય ? તે હે બુદ્ધિમાન ! તું કહે.૧૫૬–૧૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org