________________
દસ પ્રકારની સામાચારી
योगैरवश्यकर्तव्यै-निष्पन्नावश्यकी भवेत् । वसत्यादेर्निर्गमे सा मुनिधुर्यैः प्रयुज्यते ॥१२३।। अप्रस्तुतनिषेधेन वृत्ता नैषेधिकीति तां । कृतकार्या वसत्यादौ प्रविशंतः प्रयुंजते ॥१२४॥ आपृच्छनं स्यादापृच्छा गुरोः कार्ये चिकीर्षिते । प्रतिपृच्छा कार्यकाले भूयो यत्पृच्छनं गुरोः ॥१२५॥ स्वयं पूर्वं गृहीतेन गुर्वादेरशनादिना । याभ्यर्थना छंदनाख्या सामाचारी स्मृतागमे ॥१२६॥ आनयामि युष्मदर्थमशनाद्यादिशंतु मां । गुर्वादीनां तदादाना-त्प्राग् विज्ञप्तिर्निमंत्रणा ॥१२७॥ उपसंपत् पुनर्गच्छां-तराचार्याधुपासनं । ज्ञानाद्यर्थं कियत्कालं सामाचार्यो दशेत्यमः ॥१२८॥ तृतीयं नवमे पूर्वे यद्वस्त्वाचारनामकं ।
तस्य यद्विंशतितम-मोघाख्यं प्राभृतं महत् ॥१२९॥ જે અવશ્ય કરવા લાયક કાર્ય વખતે કરવામાં આવે છે, તે આવશ્યકી કહેવાય છે. તે આવશ્યકીનો ઉત્તમ મુનિઓ ઉપાશ્રયાદિથી બહાર નીકળતાં બોલવા દ્વારા ઉપયોગ કરે છે. (૪) ૧૨૩.
અપ્રસ્તુત કાર્યનો નિષેધ કરવા માટે જે બોલાય તે નૈધિકી (નિસાહિ) કહેવાય છે. તે નધિકીનો કાર્ય કરીને ઉપાશ્રયાદિમાં પ્રવેશ કરતી વખતે મુનિઓ ઉપયોગ કરે છે. (૫) ૧૨૪.
કાંઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે તે માટે ગુરુને જે પૂછવું તે આપુછણા કહવાય. (૬) કાર્ય કરતી વખતે ફરીથી ગુરુને જે પૂછવું તે પ્રતિપુચ્છના કહેવાય. (૭) ૧૨૫.
સાધુએ પોતે લાવેલ આહારાદિનો લાભ લેવા માટે ગુરુની પાસે પ્રથમ જે પ્રાર્થના કરવી, તે છંદના કહેવાય. (૮) ૧૨૬.
““આપને માટે અનાદિ લાવવાની મને આજ્ઞા આપો. એ પ્રમાણે અશનાદિ ગ્રહણ કર્યા પહેલાં ગુર્નાદિને વિજ્ઞપ્તિ કરવી, તે નિમંત્રણા કહેવાય (૯) ૧૨૭.
જ્ઞાનાદિ શીખવા માટે કેટલીક વખત અન્ય ગચ્છના આચાર્ય વિગેરેની જે સેવા કરવી, તે ઉપસંપદા કહેવાય. (૧૦) આ પ્રમાણે દશ પ્રકારની સામાચારી છે. ૧૨૮.
નવમા પૂર્વમાં જે આચાર નામની ત્રીજી વસ્તુ છે, તેનું જ વીશમું ઓઘ નામનું મોટું પ્રાકૃત છે. તેમાંથી ઉદ્ધરીને કરુણાવંત સ્થવિર મુનિઓએ ઓઘનિયુક્તિરૂપ નાના ગ્રંથમાં મોગ અર્થવાળી ચામાચારીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org