________________
૫ ૧૭
કોટિશિલા ઉપર સિદ્ધ થયાની પરંપરા
ततः श्रीकुंथुनाथस्याष्टाविंशत्या युगैः सह । सिद्धाः शिलायामेतस्यां संख्येया मुनिकोटयः ॥६०७॥ अरस्य चतुर्विंशत्या युगैर्द्वादश कोटयः । श्रीमल्लेयुगविंशत्या मुनीनां कोटयश्च षट् ॥६०८॥ तिम्रः कोट्यः सुव्रतस्य तीर्थे कोटिर्नमिप्रभोः । सिद्धा मुनीनामित्येषा नाम्ना सिद्धिशिलाप्यहो ॥६०९॥ स्वरूपं प्रतिविष्णूना-मप्यूह्यं वासुदेववत् । पर्यंते त्वायुषोऽमीषां विष्णुर्जगति ज़ुभते ॥६१०॥ मिथश्चोपस्थिते युद्धे मुक्तं विष्णुजिघांसया । जायते विष्णुसाच्चक्रं लंचयेव वशीकृतं ॥६११॥ तेनैवाथ स्वशस्त्रेण चक्रेणामोघशक्तिना । प्रयांति नरकं मृत्वा हरिणा छिन्नमस्तकाः ॥६१२।। नवानां वासुदेवानां काले स्युर्नारदा नव । तेषां मन:प्रिया नाना-देशवार्तादिशंसिनः ॥६१३॥
ત્યારપછી કુંથુનાથ પ્રભુના મુખ્ય ગણધર અને તેના ૨૮ પાટો સહિત સંખ્યાતા ક્રોડ મુનિ અહીં સિદ્ધ થયા છે. ૬૦૭.
અરનાથ પ્રભુના મુખ્ય ગણધરના ૨૪ પાટ સાથે ૧૨ ક્રોડ મુનિ અહીં સિદ્ધ થયા છે. મલ્લિનાથ પ્રભુના મુખ્ય ગણધરના ૨૦ પાટ સાથે છ ક્રોડ મુનિ અહીં સિદ્ધ થયા છે. ૬૦૮.
મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં ત્રણ ક્રોડ અને નમિનાથ ભગવાનના તીર્થમાં એક ક્રોડ મુનિ અહીં સિદ્ધ થયા છે; તેથી આ શિલાનું બીજું નામ સિદ્ધિશીલા પણ છે. ૬૦૯.
પ્રતિવાસુદેવનું સ્વરૂપ પણ વાસુદેવ પ્રમાણે સમજવું. તેમના આયુષ્યના અંતે વાસુદેવ જગતની અંદર પ્રગટ થાય છે. ૬૧૦.
તે બંનેના પરસ્પરના યુદ્ધમાં વિષ્ણુને મારવા પ્રતિવિષ્ણુ ચક્ર મૂકે છે. એટલે તે ચક્ર લાંચથી વશ કરેલા અધિકારીની જેમ વાસુદેવનું થઈ જાય છે. ૧૧.
તે પ્રતિવાસુદેવના શસ્ત્રરૂપ અમોઘ શક્તિવાળું ચક્ર, વાસુદેવ, પ્રતિવાસુદેવપર મૂકે છે. તે તેનું મસ્તક કાપી નાંખે છે. એટલે તે મરણ પામીને નરકે જાય છે. ૧૨.
નવે વાસુદેવના વખતમાં નવ નારદો થાય છે. તેઓ વાસુદેવોના મનને પ્રિય હોય છે અને વિવિધ દેશની વાર્તાદિ તેમને કહેનારા હોય છે. ૬૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org