SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ अश्वोरलं भवेच्चारु- प्रकृतिर्विनयान्वितः । द्वात्रिंशदंगुलोत्तुंग-मूर्द्धावस्थितयौवनः || ४७४ ।। चतुरंगुलदीर्घोच्चैः स्तब्धकर्णश्च यौवनात् । पततो हि जरस्यश्व- कर्णौ नारीकुचाविव ॥४७५ ॥ विंशतिं चांगुलान्यस्य बाहा भवति दैर्घ्यत: । વાહા ત્વધ: શિરોમા—ખ્ખાનુનો પરિ સ્થિતા ૫૪૭૬॥ षोडशांगुलजंघोऽयं चतुरंगुलजानुकः । तावदुच्चखुरोऽशीति-मंगुलान्येवमुच्छ्रितः ॥४७७।। एक न्यूनांगुलशत - परिणाहो भवत्यौ । अष्टोत्तरां गुलशत- दीर्घश्च परिकीर्त्तितः ॥४७८ || तुंगत्वं स्यात्तुरंगाणा - माखुरात् श्रवणावधि । पृष्ठोदरस्य परिधिः परिणाहो भवेदिह ॥ ४७९ ॥ आपुच्छमूलमायामो मुखादारभ्य कीर्त्तितः । મવત્યત્રાંશુનું માન-વિશેષસ્તજ્ઞર્શિતઃ ૫૪૮૦ ૬. અશ્વરત્ન-સ્વભાવે જ સુંદર અને વિનયાન્વિત હોય છે. બત્રીશ આંગળ ઊંચા મસ્તકવાળો અને અવસ્થિત યૌવનવાળો હોય છે. ૪૭૪. કાલલોક-સર્ગ ૩૧ યૌવનાવસ્થાને કારણે ચાર આંગળ દીર્ઘ ને ઊંચો તેમજ સ્તબ્ધકર્ણવાળો હોય છે, કેમકે અશ્વના કર્ણ પણ સ્ત્રીના સ્તનની જેમ જરાવસ્થામાં નમી પડે છે. ૪૭૫. વીશ આંગળ લાંબી બાહા હોય છે. આ બાહા શિરોભાગથી નીચે ને જાનુની ઉપરની ગણાય છે. ૪૭૬. સોળ આંગળની જંધાવાળો, ચાર આંગળની જાનુવાળો, ચાર આંગળ ઊંચી ખુરાવાળો-એમ એકંદર એંશી આંગળ ઊંચો હોય છે. ૪૭૭. નવાણુ આંગળના પરિણાહ વાળો અને ૧૦૮ આંગળ લાંબો હોય છે. ૪૭૮. આ અશ્વની ઊંચાઈ જે ૮૦ આંગળની કહી તે ખરીથી માંડીને કર્ણ સુધી સમજવી અને પીઠ તથા ઉદરની પરિધિ તે પરિણાહ સમજવો. ૪૭૯, Jain Education International પુચ્છના મૂળથી મુખપર્યંત લંબાઈ સમજવી. અહીં આંગળ એ અમુક પ્રકારનું માન વિશેષ છે તે, તે વિષયના જાણકારે બતાવેલું સમજવું. ૪૮૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy