________________
૪૯૪
પૃથ ૫૪૬૪ા
अभ्यर्च्य पुष्पगंधाद्यै- र्बलिं दध्याज्यमोदनं । दद्यात्सुरेभ्यः सोंकारैर्नमोतैर्नामभिः वास्त्वारंभे प्रवेशे च श्रेयसे वास्तुपूजनं । अकृते स्वामिनाशः स्यात्तस्मात्पूज्यो हितार्थिभिः ||४६५ ॥
इत्यादि कियद्वास्तुशास्त्रं श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रेऽपि संगृहीतं बोद्धव्यं । तथा च सूत्र - एगासीतिपदेसु सव्वेसु चेव वत्थूसु णेगगुणजाणए पंडिए विहिण्णू पणयालीसाए देवयाणमित्यादि वार्द्धकिरत्नस्वरूपनिरूपणे ।
अशान्यां देवगृहं महानसं चापि कार्यमाग्नेय्यां । नैर्ऋत्यां भांडोपस्को - Sर्थधान्यानि च मारुत्यां ॥ ४६६ ॥
दंड: प्रकाशे प्रासादे प्रासादकरसंख्यया । सांधकारे पुनः कार्यो मध्यप्रासादमानतः ॥ ४६७॥
કાલલોક-સર્ગ ૩૧
પુષ્પ અને ચંદન વિગેરે વડે પૂજીને, પછી દહીં, ઘી અને ભાતનું બલિદાન દેવું. તે વખતે કારપૂર્વક તે તે દેવોનું નામ (ચતુર્થી વિભક્તિ યુક્ત) લઈ પાછળ નમઃ બોલવું. આ પ્રમાણે સર્વ દેવોના પૃથક્ પૃથક્ મંત્ર બોલી પૂજા અને બલિદાન કરવું. ૪૬૪.
વાસ્તુના આરંભમાં તથા પ્રવેશ કરતી વખતે કલ્યાણને માટે વાસ્તુનું પૂજન કરવું. જો પૂજન ન કરે તો સ્વામીનો વિનાશ થાય, તેથી પોતાના હિતની ઇચ્છાવાળા પુરુષોએ વાસ્તુની પૂજા કરવી જોઈએ. ૪૬૫.
Jain Education International
ઇત્યાદિ કેટલુંક વાસ્તુશાસ્ત્ર શ્રીજંબૂદ્દીપપ્રજ્ઞપ્તિસૂત્રમાં પણ કહેલું છે ત્યાંથી પણ જાણી લેવું.
તેમાં આ પ્રમાણે સૂત્ર લખ્યું છે–‘એકાશી આદિ પદવાળા સર્વ પ્રકારના વાસ્તુને વિષે અનેક ગુણના જાણનાર વિધિજ્ઞ પંડિતોએ પીસ્તાલીશ દેવતાઓની પૂજા કરવી.' ઇત્યાદિ વાર્ધકીરત્નનું સ્વરૂપ કહેતી વખતે કહ્યું છે.
ઘરના ઇશાન ખૂણામાં દેવગૃહ કરવું જોઈએ. અગ્નિ ખૂણામાં રસોડું, નૈઋત્ય ખૂણામાં વાસણ વિગેરે સામગ્રી રાખવાનું સ્થાન, અને વાયવ્ય ખૂણામાં ધન-ધાન્ય વિગેરે રાખવાનું સ્થાન કરવું જોઈએ.
૪૬.
પ્રકાશવાળા પ્રાસાદમાં પ્રાસાદના હાથની સંખ્યા પ્રમાણે ધ્વજાદંડ કરવો જોઈએ અને અંધકારવાળા પ્રાસાદમાં મધ્ય પ્રાસાદના માન વડે ધ્વજાદંડ કરવો જોઈએ. ૪૬૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org