________________
४८८
કાલલોક-સર્ગ ૩૧ विदिग्नियमं त्वेवमाहुः
ईशानादिषु कोणेषु वृषादीनां त्रिके त्रिके । शेषाहेराननं त्याज्यं विलोमेन प्रसर्पतः ॥४४७॥ यदा च मुखमैशान्यां नाभिराग्नेयगा तदा ।
पुच्छं भवति नैर्ऋत्यां वायव्यामुत्कलं शुभं ॥४४८॥ एवं च - वृषादौ मुखमैशान्यां सिंहादौ वायुकोणके ।
वृश्चिकादौ च नैर्ऋत्यां कुम्भादौ हुतभुग्दिशि ॥४४९।। वृषादौ वायवी श्रेष्ठा सिंहादौ नैर्ऋति त्रिके । वृश्चिकादौ शुभाग्नेयी तथैशानी घटादिषु ॥४५०॥ 1.
રૂતિ તિામ: | अथ वास्तुनि भागाः स्यु-र्देवतानां पृथक् पृथक् ।
भागानां स्वामिनः पंच-चत्वारिंशत्सुराः स्मृताः ॥४५॥ વાસ્તુની વિદિશાનો નિયમ આ પ્રમાણે કહ્યો છે.-વૃષાદિ ત્રણ ત્રણ સંક્રાંતિમાં ઈશાનાદિ ચાર ખૂણામાં વિલોમ (ઉલટા) ફરતા એવા શેષ નાગનું મુખ તજવા લાયક છે. ૪૪૭.
જ્યારે શેષનાગનું મુખ ઈશાન ખૂણામાં હોય, ત્યારે તેની નાભિ અગ્નિ ખૂણામાં હોય છે. પુચ્છ નૈઋત્ય ખૂણામાં હોય છે અને વાયવ્ય ખૂણો ખાલી હોય છે, તેથી તે શુભ છે. ૪૪૮.
આથી વૃષ, મિથુન અને કર્ક એ ત્રણ સંક્રાંતિમાં શેષનું મુખ ઈશાન ખૂણામાં હોય છે. સિંહાદિ એટલે સિંહ, કન્યા અને તુલા સંક્રાંતિમાં શેષનું મુખ વાયવ્ય ખૂણામાં હોય છે. વૃશ્ચિકાદિ એટલે વૃશ્ચિક, ધન અને મકર સંક્રાંતિમાં શેષનું મુખ નૈઋત્ય ખૂણામાં હોય છે. તથા કુંભાદિ એટલે કુંભ, મીન અને મેષ સંક્રાંતિમાં શેષનું મુખ અગ્નિ ખૂણામાં હોય છે. ૪૪૯.
તથા ખાતને માટે વૃષાદિ ત્રણ સંક્રાંતિમાં વાયુ ખૂણો (ખાલી હોવાથી) શ્રેષ્ઠ છે, સિંહાદિ ત્રણ સંક્રાંતિમાં નૈઋત ખૂણો શ્રેષ્ઠ છે, વૃશ્ચિકાદિ ત્રણ સંક્રાંતિમાં અગ્નિ ખૂણો શ્રેષ્ઠ છે અને કુંભાદિ ત્રણ સંક્રાંતિમાં ઈશાન ખૂણો શ્રેષ્ઠ છે. ૪૫૦.
ઈતિ વિદિશા નિયમ. ઈતિ ખાતારંભ.
હવે વાસ્તુક્ષેત્રના દેવો કહેવાય છે–વાસ્તુના ક્ષેત્રમાં દેવતાઓના જુદા જુદા ભાગ હોય છે. તે સર્વ ભાગોના સ્વામી તરીકે પીસ્તાલીશ દેવો કહેલા છે. ૪૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org