________________
૪૮૫
ગૃહનાં વ્યય तथाहः - पैशाचस्तु समायः स्या-द्राक्षसश्चाधिके व्यये ।
आयातूनतरो यक्षो व्ययः श्रेष्ठोऽष्टधा त्वयं ॥४३३॥ शांतः १ क्रूरः २ प्रद्योतश्च ३ श्रेया ४ नथ मनोरमः ५ ।
श्रीवत्सो ६ विभव ७ चैव चिंतात्मको ८ व्ययोऽष्टमः ॥४३४॥ अत्र च - एकशेषे व्ययः शांतो द्विशेषे क्रूर इष्यते ।
एवं यावत् शून्यशेषे भवेच्चिंतात्मको व्ययः ॥४३५॥ इति व्ययः ॥ व्ययांकेनाभीष्टवेश्म-नाम्नश्चाक्षरसंख्यया । युक्ते क्षेत्रफले भक्ते त्रिभिः शेषमिहांशकः ॥४३६॥ इंद्रांशः स्यादेकशेषे द्विशेषे च यमांशकः । शून्यशेषे ज राजांशो-ऽधमस्तत्र यमांशकः ॥४३७॥ इत्यंशकः ॥
તે વિશે કહ્યું છે કે–‘આયની સમાન સંખ્યાવાળો વ્યય હોય તે પૈશાચ કહેવાય છે. આયની સંખ્યાથી વ્યયની સંખ્યા અધિક હોય, તો તે રાક્ષસ કહેવાય છે અને આપની સંખ્યાથી વ્યયની સંખ્યા ન્યૂન હોય તો તે યક્ષ કહેવાય છે. તેમાં યક્ષ નામનો વ્યય જ શ્રેષ્ઠ છે.' તે વ્યય આઠ પ્રકારનો છે. તેના નામ આ પ્રમાણે–શાંત ૧, ક્રૂર, ૨, પ્રદ્યોત ૩, શ્રેયાન ૪, મનોરમ ૫, શ્રીવત્સ, ૬ વિભવ ૭ તથા આઠમો ચિંતાત્મક ૮. ૪૩૩-૪૩૪.
અહીં (નક્ષત્રના અંકને આઠે ભાગતા જો) એક શેષ રહે તો શાંત નામનો વ્યય જાણવો, બે શેષ રહે તો ક્રૂર નામનો વ્યય જાણવો. એ જ પ્રમાણે યાવત્ શૂન્ય શેષ રહે, તો ચિંતાત્મક વ્યય જાણવો. ૪૩૫.
ઈતિ વ્યય વિચાર
હવે અંશ કહેવાય છે–વ્યયનો અંક, જે નામનું ઘર ઈચ્છિત હોય, તેના અક્ષરોની સંખ્યાનો અંક અને ક્ષેત્રફળનો અંક આ ત્રણે એકઠા કરવા (સરવાળો કરવો). પછી તેને ત્રણે ભાગતાં જે શેષ રહે, તેને અંશ જાણવો. ૪૩૬.
તેમાં જો એક શેષ રહે, તો તે ઈદ્ર અંશ જાણવો, બે શેષ રહે તો યમ અંશ જાણવો અને શૂન્ય શેષ રહે તો રાજા અંશ જાણવો. આ ત્રણેમાં યમ અંશ અધમ-અશુભ છે (બાકીના બે શુભ છે). ૪૩૭.
ઈતિ અંશ વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org