SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રીનાં મણિરત્નનું વર્ણન मणिरत्नं भवेद्विश्वाद्भुतं निरुपमद्युति । वर्यवैडूर्यजातीयं श्रेष्ठं सर्वमणिष्विह || ३४१ || सर्वेषामपि भूतानां प्रियं न्यस्तं च मूर्द्धनि । સર્વદુઃ હહર ક્ષેમ-તુષ્ટચારો'યાત્મિા "રૂ૪૨ા सुरासुरनृतिर्यग्जा-शेषोपद्रवनाशकं । जयप्रदं च संग्रामे शस्त्राघातनिवारकं ॥ ३४३ ॥ त्रिभिर्विशेषकं । सदावस्थिततारुण्य-मवर्द्धिष्णुनखालकं । વિપ્રમુખ્ત મયૈ: સર્વે-હિં ધ્રુવીત ધાર "રૂ૪૪૫ सांधकारे तमिस्रादा- वुद्योतं कुरुतेऽर्कवत् । अचिंत्यावाच्यमूल्यं तद्देवानामपि दुर्लभं ॥ ३४५॥ इदं हि प्रागुरुच्छत्र - चर्मसंपुटसंस्थिते । सवितेवाकृतोद्योतं सैन्ये भरतचक्रिणः || ३४६ ॥ गुहाद्वये प्रविवेश-वेदमेव हि चक्रिणः । कुंभिकुंभस्थितं ध्वांत- व्रातघाताय कल्पते ॥ ३४७॥ ૬. મણિરત્ન-વિશ્વમાં અદ્ભુત એવું અને નિરુપમ કાંતિવાળું, ઉત્તમ વૈડૂર્યજાતિનું અને સર્વ મણિઓમાં શ્રેષ્ઠ, સર્વ પ્રાણીઓને પ્રિય લાગે તેવું, તેમજ જો માથાપર રાખ્યું હોય તો સર્વ દુઃખને હરનારું અને સદા ક્ષેમ, તુષ્ટિ તથા આરોગ્યને કરનારું હોય છે. સુર, અસુર, મનુષ્યને તિર્યંચસંબંધી સર્વ ઉપદ્રવોનો નાશ કરનારું, સંગ્રામમાં જય આપનારું તેમજ શસ્ત્રના ઘાતને નિવારનારું હોય છે. ૪૬ ૭ ૩૪૧-૩૪૩. આ રત્ન પોતાના ધારકની યૌવન અવસ્થાને કાયમ રાખનારું, નખ–કેશને ન વધવા દે તેવું અને સર્વ ભયથી રહિત કરનારું હોય છે. ૩૪૪. Jain Education International તમિસ્રાગુફા વિગેરેના અંધકારમાં સૂર્યની જેવો પ્રકાશ આપનારું, અચિંત્ય અને અવાચ્ય મૂલ્યવાળું તેમજ દેવોને પણ દુર્લભ હોય છે. ૩૪૫. પૂર્વે કહી ગયા પ્રમાણે ચર્મ અને છત્રના સંપુટમાં રહેલા ભરત ચક્રીના આખા સૈન્યમાં આ મણિરત્ને સૂર્યની જેવો ઉદ્યોત કર્યો હતો. ૩૪૬. ચક્રી જ્યારે વૈતાચની બંને ગુફામાં પ્રવેશ કરે, ત્યારે હાથીના કુંભસ્થળ ઉપર સ્થાપન કરેલું આ મણિરત્ન જ અંધકારના સમૂહનો નાશ કરવામાં સમર્થ થાય છે. ૩૪૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy