________________
મનુષ્યલોક બહાર કાળની વિવક્ષા
प्राणादयोऽपि जायते तत्र नाद्धाव्यपेक्षया । सजातीयेषु सर्वेषु युगपत्तदनुद्भवात् ॥८३॥ कालापेक्षा : पदार्था हि युगपत्तुल्यजातिषु । संभवंतीह माकंदा-दिषु मंजरिकादिवत् ॥ ८४ ॥ भवंति युगपन्नैव ताः प्राणादिप्रवृत्तयः । तत्रत्यानां तदेताः स्युः कालापेक्षा न कर्हिचित् ॥८५॥ परापरत्वे ये तत्र कालापेक्षे न ते अपि । स्थित्यपेक्षे किंतु षष्टि- वर्षाद्वर्षशतः परः ॥ ८६ ॥
जातवर्षशताच्चापि षष्टिवर्षो नरोऽपरः । वत्सराणां शतं षष्ठिरित्येषा च स्थितिः खलु ॥८७॥
स्थितिश्च सर्वभावानां भवेत्सत्त्वव्यपेक्षया । सत्त्वं चास्तित्वमेव स्या- तच्च नान्यमपेक्षते ॥ ८८ ॥
एवं च कालापेक्षाया अभावादेव नोच्यते । तत्रत्यवर्त्तनादीनां काललिंगत्वमुत्तमैः ॥८९॥
કારણ કે સમાન જાતિવાળા પદાર્થોમાં કાળની અપેક્ષાવાળા પદાર્થો એકી સાથે જ ઉત્પન્ન થાય છે. જેમકે આમ્ર વિગેરે વૃક્ષો ઉપર તેની માંજર વિગેરે એકીસાથે જ ઉત્પન્ન થાય છે (તેવું અઢીદ્વીપની બહાર કયાંય પણ નથી. ત્યાં છ ઋતુઓ નથી, અને તજ્જન્ય વર્ઝના નથી.) ૮૧–૮૪.
Jain Education International
૧૫
ત્યાં રહેલા પદાર્થોની ઉપર કહેલી પ્રાણાદિની પ્રવૃત્તિ પણ એકીસાથે થતી ન હોવાથી તે પ્રાણાદિની પ્રવૃત્તિને કયારે પણ કાળની અપેક્ષા નથી.૮૫.
તેમ જ ત્યાંના પદાર્થોમાં જે પરત્વ અને અપરત્વ છે તે કાળની અપેક્ષાવાળા નથી; પરંતુ સ્થિતિની અપેક્ષાવાળા છે. એટલે કે સાઈઠ વર્ષના મનુષ્યથી સો વર્ષનો મનુષ્ય પર છે અને સો વર્ષના મનુષ્યથી સાઈઠ વર્ષનો મનુષ્ય અપર છે. સો વર્ષ અને સાઈઠ વર્ષ એવી જ તે સહજ સ્થિતિ છે. ૮૬-૮૭.
સર્વ પદાર્થોની આવા પ્રકારની સ્થિતિ સત્ત્વથી જ અપેક્ષિત છે. સત્ત્વ એટલે અસ્તિત્વ અને અસ્તિત્વ બીજાની અપેક્ષા રાખતું નથી. ૮૮.
આ રીતે કાળની અપેક્ષા નહીં હોવાથી જ ઉત્તમ પુરુષો ત્યાં રહેલા પદાર્થોના વર્તનાદિને કાળનું લિંગ કહેતા નથી.૮૯.
અહીં આ તત્ત્વ જણાય છે. જેમ વર્તમાનમાં અહીં રાજા હોવાથી લોકોને તે રાજાની અપેક્ષાવાળું
For Private & Personal Use Only
www.jainelibrary.org