________________
૪૬૧
ચક્રરત્ન શક્તિનું માપ
अमोघशक्तिकं तच्च खेचरमाचरादिषु । विना स्वगोत्रं सर्वेषु वैरिषु प्रोत्कटेष्वपि ॥३०३॥ पाताले वा पयोधौ वा वज्रकोष्ठे स्थितस्य वा । रिपोः शीर्ष छिनत्त्येत-च्चक्रिमुक्तं चिरादपि ॥३०४।। अकृत्वा तच्छिरश्छेदं न कदापि निवर्त्तते । मासैर्बहभिरब्दैर्वा तं हत्वैवैति चक्रिणं ॥३०५॥ नाप्नोत्यवसरं याव-त्तावत्तदनुशात्रवं । इव श्येनोऽनुशकुनि बंभ्रमीति दिवानिशं ॥३०६॥
स्याइंडरत्नं सर्वत्रा-ऽव्याहतं वज्रनिर्मितं ।
રકમર્યfi પંમ પર્વમિ: મૈ: રૂ. ૭ી. पथि संचरतश्चक्रि-सैन्यस्य सुखहेतवे । क्षुद्राद्रिगर्त्तापाषाण-विषमक्ष्मोपमईकं ॥३०८॥ युग्मं ।
અમોઘ શક્તિવાળું તે ચક્ર, સ્વગોત્રી સિવાય બીજા સર્વ બળવાન એવા મનુષ્ય કે ખેચર કોઈ પણ ઉત્કટ શત્રુપર ચક્રીએ મૂકયું હોય. અને તે વૈરી પાતાળમાં, સમુદ્રમાં કે વજના કોઠામાં કોઈપણ સ્થાને રહ્યો હોય, તો પણ તરત અથવા અમુકકાળે તેના મસ્તકને છેદે જ છે. પરન્તુ શત્રુના મસ્તકનો છેદ કર્યા વિના તે કદાપિ પાછું આવતું નથી. ઘણા દિવસો, માસો કે વર્ષો અતિક્રમે તો પણ તેને હણીને જ ચક્રીપાસે આવે છે. ૩૦૩-૩૦૫.
જ્યાં સુધી શત્રુનું મસ્તક છેદવાનો અવસર મળતો નથી, ત્યાં સુધી તે શ્યન પક્ષી જેમ તેના ભક્ષ્યરૂપ બીજા પક્ષીની પાછળ ભમે, તેમ શત્રુની પાછળ રાતદિવસ ભમ્યા કરે છે. ૩૦૬. ઈતિ ચક્રરત્ન.
૨ દંડરત્ન – સર્વત્ર અવ્યાહત, વજનું બનેલું, રફરાયમાન રત્નોના શુભ એવા પાંચ પર્વોવડે દીપ્ત હોય છે. ૩૦૭.
માર્ગે ચાલતાં ચક્રીના સૈન્યના સુખને માટે નાના સરખા ટેકરા, ખાડા, પાષાણ અને વિષમ પૃથ્વીને સમ કરનાર (ઉપમર્દન કરનાર) હોય છે. ૩૦૮.
૧. પૃથ્વી પર ચાલનાર ૨. વિદ્યાધર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org