________________
૪૨૬
કાલલોક-સર્ગ ૩૧
अंत:स्थांश्च बहिःस्थांश्च बाणाधिष्ठायकान् सुरान् । प्रणमाम्यद्य ते संतु सहाया मे द्विषज्जये ॥६४॥ बाणाधिष्ठातृदेवानां वश्यानामपि या नतिः । उचिता साऽधुना शस्त्र-भृतां शस्त्रार्चनादिवत् ॥६५॥ इत्युक्त्वाकर्णमाकृष्य मुक्तस्तेन शरो द्रुतं । शक्रमुक्तः पविरिव याति द्वादशयोजनीं ॥६६॥ तत्र मागधदेवस्य गत्वा पतति पर्षदि । भुंजानस्य सुखं स्वैरं दिव्यनाट्यानि पश्यतः ॥६७।। सौत्पातिकं तमालोक्य धूमकेतुमिवोदितं । भृकुटीभीषणो वक्ति क्रोधाहंकारदुर्द्धरः ॥६८॥ मुमूर्षुरेष को मूर्यो यमातिथ्यमपेक्षते ।। भुजंगास्ये करमिव यश्चिक्षेप शरं मयि ॥६९॥ आसनाद् द्रुतमुत्थाय रोषावेशवशंवदः ।
यावबाणं तमादाय पश्यति क्रूरया घशा ॥७०॥ વીંધતી વખતે એક હાથપ્રમાણ પગને પહોળા રાખી ઊભા રહેવું તે વૈશાખસ્થાન કહેવાય છે. આ પ્રમાણે કરીને વિચારે કે–“અંતઃસ્થને બહિ:સ્થ એવા બાણના અધિષ્ઠાયક દેવોને આજે હું પ્રણામ કરું છું, તેઓ મને શત્રુના જયમાં સહાયકારી થાઓ.' ૬૩-૬૪.
પોતાના વશ એવા પણ બાણાધિષ્ઠાયક દેવને નમસ્કાર કરવા તે શસ્ત્રધારીને શસ્ત્રપૂજાની જેમ અત્યારે ઉચિત છે. ૬૫.
ઉપર કહ્યા પ્રમાણે બાણાધિષ્ઠાયક દેવોને કહીને કાન સુધી ધનુષ્યને ખેંચી તે બાણને તરત જ છોડે એટલે તે શકેંદ્રના મૂકેલા વજની જેમ બાર યોજન સુધી જાય. ૬૭.
અને જ્યાં માગકુમારદેવ સ્વેચ્છાપૂર્વક સુખ ભોગવે છે અને દિવ્ય નાટકો જોઈ રહેલ છે ત્યાં તેની સભામાં જઈને પડે. ૬૭.
ધૂમકેતુના ઉદયની જેમ ઉત્પાતકારી એવા તે બાણને જોઈને ક્રોધ અને અહંકાર વડે દુર્ધર એવો તે દેવ ભયંકર ભૂકુટીવાળો થઈને બોલે. ૬૮.
કે– મરવાને ઇચ્છતો એવો આ કોણ મૂર્ખ યમનો અતિથિ થવાને ઇચ્છે છે, કે જેણે ભુજંગના મુખમાં હાથ નાખવાની જેમ મારા ઉપર બાણ મૂકયું છે ?' ૬૯.
આમ કહી આસનથી એકદમ ઊભા થઈ, રોષાવેશને વશ થયેલ એવો તે જેટલામાં બાણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org