SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ કાલલોક-સર્ગ ૩૧ - इति संग्रहण्याद्यभिप्रायः । श्रीआवश्यकनियुक्तौ तु मनुष्यगतेरागतस्यापि श्रीवीरस्य प्राग्भवे चक्रित्वमुक्तं, तथाहि - चुलसीइमप्पइटे सीहो नरएसु तिरियमनुएसु । पिअमित्तचक्कवट्टी मूअविदेहाइचुलसीए ॥१३॥ इति ज्ञेयं । तीर्थंकरवदेतेऽपि जातिगोत्रोन्नतिस्पृशां । वंशेषु भूभृतामेवो-त्पद्यते न त्वनीशां ॥१४॥ तद्वच्चतुर्दशस्वप्न-सूचितोत्पत्तयः क्रमात् । जायंते जनकोनीत-प्रौढजन्ममहोत्सवाः ॥१५॥ अर्हद्वन्नाकरनरका-गतयोश्चक्रिणोः प्रसूः । पश्यति द्वादशे स्वप्ने विमानभवने क्रमात् ॥१६॥ धात्र्येकाधिकृता स्तन्ये द्वे मज्जनविभूषयोः । अन्योत्संगार्पणे नित्यं परा च क्रीडनादिषु ॥१७॥ આ પ્રમાણે સંગ્રહણી વિગેરેનો અભિપ્રાય છે, પરંતુ શ્રીઆવશ્યકનિયુક્તિમાં તો મનુષ્યગતિમાંથી આવેલા શ્રી વિરપ્રભુના પૂર્વભવના જીવનું ચક્રવર્તીપણું કહેલું છે. તે આ પ્રમાણે-“મનુષ્યપણામાં ચોરાસી લાખ વર્ષનું આયુ ભોગવી, અપ્રતિષ્ઠાન નરકવાસમાં (સાતમી નરકે) જઈ, ત્યાંથી નીકળીને પછી સિંહ, નરકમાં ગમન, તિર્યંચ, મનુષ્ય અને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મૂકાનગરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવર્તી ૮૪ લાખ પૂર્વના આયુષે ઉત્પન્ન થયા.” આ પ્રમાણે કહેલ છે. ૧૩. તીર્થકરની જેમ ચક્રવર્તી પણ ઉચ્ચ એવા જાતિ અને ગોત્રમાં રાજાનાં જ કુલ (વંશ)માં ઉત્પન્ન થાય છે. હલકા જાતિ, કુળ કે વંશમાં ઉત્પન્ન થતા નથી. ૧૪. અરિહંતના માતાની જેમ જ ચક્રવર્તીની માતા પણ ૧૪ સ્વપ્નો જુએ છે, અને તે જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તે જન્મે છે ત્યારે તેના પિતા શ્રેષ્ઠ જન્મ-મહોત્સવ કરે છે. ૧૫. અરિહંતની જેમ ચક્રવર્તીની માતા પણ જો તે પુત્ર નરકમાંથી આવેલ હોય, તો બારમે સ્વપ્ન ભૂવન દેખે અને સ્વર્ગથી આવેલ હોય, તો વિમાન દેખે છે. ૧૬. તે પુત્રને એક ધાત્રી સ્તનપાન કરાવે છે, બીજી મજજન (સ્નાન) કરાવે છે, ત્રીજી વસ્ત્રાભૂષણ પહેરાવે છે, ચોથી ખોળામાં બેસાડે છે અને પાંચમી તેને રમાડે છે. ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy