________________
४०८
ઇન્દ્ર મહારાજાનો શોક
निर्जीवान्यपि वंदंते वपूंषींद्रा यदर्हतां ।। तदर्हद्रव्यनिक्षेपो वंद्यः सम्यग्छशामिति ॥१०२१।। सामानिकादिनि:शेष-परिच्छदसमन्विताः । ततस्ते दिव्यया गत्या निवाणस्थानमर्हतां ॥१०२२।। उपेत्याश्रुविमिश्राक्षा विषादविधुराननाः । निरानंदा निरुत्साहाः शोचंतश्च मुहुर्मुहुः ॥१०२३॥ तिम्रः प्रदक्षिणाः कृत्वा नत्वा च भगवत्तनूः । नात्यासन्ना नातिदूर-देशस्थाः पर्युपासते ॥१०२४॥ धर्मभत्यान् कतो नास्मा-नीक्षसे नाथ पूर्ववत् । अकांडेऽयं किमारब्ध-स्त्यागोऽस्माकं निरागसां ॥१०२५।। किमात्मभरिता युक्ता विश्वेशानां भवाशां । अनंतसुखसाम्राज्यं भुज्यतेऽस्मान् विहाय यत् ॥१०२६।। वयं क्व यामः किं कुर्मो व्याकुलाश्चिंतयानया । त्यजतैकपदे स्वामिन् ! निरालंबाः कृतास्त्वया ॥१०२७।।
નિર્જીવ એવા અરિહંતોના શરીરને ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે, તે ઉપરથી અરિહંતનો દ્રવ્યનિક્ષેપો સમ્યગ્દષ્ટિને વંદનીય છે, એમ સિદ્ધ થાય છે. ૧૦૨૧.
પછી ઇદ્રો પોતાના સામાનિક વિગેરે સર્વે દેવો સહિત દિવ્યગતિ વડે જ્યાં અરિહંતનું નિર્વાણસ્થાન છે, ત્યાં આવીને અશ્રુમિશ્ર નેત્રવાળા, વિષાદ યુક્ત મુખવાળા, નિરાનંદી, નિરુત્સાહી અને વારંવાર શોક કરતા ભગવંતના શરીરને ત્રણ પ્રદક્ષિણા આપીને, નમીને નહીં અતિ નજીક અને નહીં અતિ દૂર એમ બેસીને સેવા કરે અને કહે કે- “હે નાથ ! અમે આપના ધર્મસેવકો છીએ, અમારી સામું તમે પૂર્વવત્ કેમ જોતા નથી ? અકાળે અમારા જેવા નિરપરાધીનો ત્યાગ કેમ કરો છો ? ૧૦૨૨૧૦૨૫.
શું તમારી જેવા વિશ્વેશ્વરને સ્વાર્થી બનવું યુક્ત છે ? જેથી આ અનંતસુખનું સામ્રાજય અમારા विना-अभने भूटीने भोगवो छो ? १०२.5.
હે પ્રભુ ! અમે તમારા વિના કયાં જઈએ ? શું કરીએ ? આવી ચિંતા વડે વ્યાકુળ એવા અમને હે સ્વામિન્ ! એકદમ ત્યજી દેવાથી તમે નિરાલંબી બનાવી દીધા છે. ૧૦૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org