________________
૪૦૪
કાલલોક-સર્ગ ૩૦ एवं च-अशोकद्रुः १ पुष्पराशिः २ सध्वनि ३ चामरा ४ सने ५ ।
छत्रं ६ भामंडलं ७ भेरी ८ प्रातिहार्याष्टिकं ह्यदः ॥९८७॥ तथा चतुस्त्रिंशता ते-ऽतिशयैः सहिता जगत् ।
दीपयंति प्रकृत्योपकारिणो भास्करादिवत् ॥९८८॥ अतिशयांश्चैवमाहु:तेषां च देहोऽद्भुतरूपगंधो निरामयः स्वेदमलोज्झितश्च १ । श्वासोऽब्जगंधो २ रुधिरामिषं च गोक्षीरधाराधवलं ह्यविनं ३ ॥९८९॥ आहारनीहारविधिस्त्वश्य ४ श्चत्वार-एतेऽतिशयाः सहोत्थाः । क्षेत्रे स्थितिर्योजनमात्रकेऽपि नृदेवतिर्यग्जनकोटिकोटेः १ ॥९९०॥ वाणी नृतिर्यक्सुरलोकभाषा-संवादिनी योजनगामिनी च २ ।। भामंडलं चारु च मौलिपृष्ठे विडंबिताहर्पतिमंडलश्रि ३ ॥९९१॥ साग्रे च गव्यूतिशतद्वये रुजा ४ वैरे ५ तयो ६ मार्य ७ तिवृष्टय ८ वृष्टय:९। दुर्भिक्ष १० मन्यस्वकचक्रतो भयं ११ स्युर्तेत एकादश कर्मघातजाः ॥९९२॥
આ પ્રમાણે અશોકવૃક્ષ, પુષ્પરાશિ, ઉત્તમ ધ્વનિ, ચામર, સિંહાસન, છત્ર, ભામંડળ અને દેવદુંદુભિ (ભેરી) એ આઠ પ્રાતિહાર્યો જાણવા. ૯૮૭.
તથા પ્રભુ ચોત્રીશ અતિશયો વડે સ્વભાવે જ ઉપકારી એવા સૂર્યાદિની જેમ જગતમાં દીપે છે.૯૮૮. તે અતિશયો આ પ્રમાણે–
૧ પ્રભુનો દેહ અભુત રૂપ અને ગંધવાળો, વ્યાધિરહિત અને પ્રસ્વેદાદિ મળરહિત હોય છે. ૨ શ્વાસ કમળ જેવો સુગંધી હોય છે. ૩ રુધિર ને માંસ, ગાયના દૂધ જેવું ઉજ્વળ અને દુર્ગધરહિત હોય છે. ૯૮૯.
૪ આહાર ને નિહાર ચર્મચક્ષુથી અગોચર હોય છે. આ ૪ અતિશયો જન્મ સાથે જ ઉત્પન્ન થએલા હોય છે. ૧ યોજન પ્રમાણ સમવસરણની ભૂમિમાં મનુષ્ય, દેવો, અને તિર્યંચો, કોટાકોટિની સંખ્યામાં સમાય છે. ૯૯૦.
૨ પ્રભુની વાણી મનુષ્ય, તિર્યંચ ને દેવોની ભાષાને અનુસરતી અને એક યોજનમાં સંભળાય તેવી હોય છે.
૩ સૂર્યના મંડલનો પણ તિરસ્કાર કરે એવું સુંદર ભામંડળ પ્રભુના મસ્તક પાછળ હોય છે. ૯૯૧.
૪ ચારે દિશામાં અઢીસો ગાઉમાં વ્યાધિ, વૈર, ઇતિ, મારી, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્ભિક્ષ અને સ્વચક્ર-પરચક્રનો ભય–આ આઠ વસ્તુ હોતી નથી. આ ૧૧ અતિશયો ઘાતિકર્મોનો ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. ૯૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org