________________
૩૯૪
કાલલોક-સર્ગ ૩૦
तथा ताक् प्रभो रूपं निरूप्यानुत्तरं जनाः । ત્યવક્તરૂપમાના: – નર્વત્રવંશન: ૧ ૨૪ धर्मादेवाप्यते रूप-मीगैश्वर्यबंधुरं । इति धर्मे प्रवर्तते तेऽहंदूपनिरूपणात् ॥९१५।। यदीग्रूपभाजोऽपि राजवंश्या जिनेश्वराः । यतंते संयमे तर्हि वयं किं न यतामहे ? ॥९१६॥ इत्यालोच्याल्पकर्माणो यतते केऽपि संयमे । बहुधेत्यर्हतां रूपं भवेल्लोकोपकारकृत् ॥९१७।। यथा रूपं तथा संह-ननं संस्थानमेव च । वर्णो गतिः स्वरस्सत्त्वं स्यादुच्छ्वासाद्यनुत्तरं ।।९१८।। अन्यासामपि सर्वासां प्रकृतीनामनुत्तराः । પ્રશસ્તી: ૭ પરિપવિ-તાક્ષાનામત: ૨ ૨૧ असातवेदनीयाद्या दुष्टाः प्रकृतयोऽपि याः ।
दुग्धाब्धौ निबनिर्यास-बिंदुवत्ता न दुःखदाः ॥९२०॥ તેવા પ્રકારનું અનુત્તર એવું પ્રભુનું રૂપ જોઈને જીવો રૂપનું અભિમાન તજી દે છે, તેથી નીચગોત્રને બાંધતા નથી. ૯૧૪.
તેવા પ્રકારનું અરિહંતનું રૂપ જોવાથી લોકો એમ વિચારે છે કે–આવું ઐશ્વર્યથી વ્યાપ્ત રૂપ ઘર્મથી જ પ્રાપ્ત થઈ શકે છે અને તેથી ધર્મમાં પ્રવૃત્તિ કરે છે. ૯૧૫.
આવા અદ્વિતીય રૂપવાન રાજવંશી એવા જિનેશ્વરો પણ સંયમમાં પ્રવૃત્તિ કરે છે, તો અમે તેવો પ્રયત્ન કેમ ન કરીએ ? ૯૧૬.
આ પ્રમાણે વિચારીને અલ્પકર્મવાળા ઘણા લોકો સંયમમાં પ્રવૃત્તિ કરે છે. આ રીતે ઘણા પ્રકારે અરિહંતનું રૂપ લોકોને ઉપકાર માટે થાય છે. ૯૧૭.
જેમ રૂપ તેમ જ સંહનન, સંસ્થાન, વર્ણ, ગતિ, સ્વર, સત્ત્વ અને ઉચ્છવાસ પણ અનુત્તર હોય છે. ૯૧૮.
બીજી પણ બધી શુભ પ્રકૃતિઓનો ઉદય તેવા પ્રકારના નામકર્મને કારણે અનુત્તર અને પ્રશસ્ત હોય છે. ૯૧૯.
અસતાવેદનીય વિગેરે અશુભ દુષ્ટ) પ્રકૃતિઓ પણ ક્ષીરસમુદ્રમાં લીંબડાના રસના બિંદુની જેમ દુઃખ આપનારી થતી નથી–નિષ્ફળ થાય છે. ૯૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org