________________
૩૩૨
न जानंति न पश्यंति यत्तन्नास्ति जगत्त्रये । भवंत्यस्तेऽरहसो -ऽर्हतश्च जगदर्चिताः ॥ ५२६ ॥ यत्तृतीयभवे बद्धं तीर्थकृन्नामकर्म तत् । प्राप्तोदयं विपाकेन जिनानां जायते तदा ॥ ५२७॥ तस्मिन्नेव क्षणे देवेश्वरा आसनकंपतः । केवलज्ञानमुत्पन्नं सर्वे जानीयुरर्हतां ॥ ५२८ ॥ ततः पूर्वोक्तया रीत्या चतुष्षष्टिः सुरेश्वराः । आगच्छंति प्रमुदिता ज्ञानोत्पादास्पदेऽर्हतां ॥ ५२९ ।। तत्र वायुकुमारा द्राग् योजनप्रमितां महीं । શોધયેયુ: ઘવર-તળાવ્યુત્સુ દૂરત: રૂા ततो मेघकुमारास्तां सिंचंत्यद्भिः सुगंधिभिः । पंचवर्णैः पूजयंति पुष्पैर्ऋत्वधिदेवताः ॥५३१|| रचयंति ततः पीठं व्यंतरास्तत्र भूतले । भूमेः सपादक्रोशोच्चं स्वर्णरत्नमणिमयं ॥ ५३२॥
તેઓ ન જાણે કે ન જુએ એવું ત્રણ લોકમાં કાંઈ નથી, તેથી અરહસ્ય (જેનાથી કાંઈ છાનું નથી) એવા અર્હત્ જગતપૂજિત થાય છે. પ૨૬.
પ્રથમ, ત્રીજે ભવે જે તીર્થંકર નામકર્મ બાંધેલું છે, તે આ સમયે જિનેશ્વરોને ઉદયમાં આવે છે, તેને વિપાકોદયપણે ભોગવે છે. ૫૨૭.
તે જ ક્ષણે સર્વ દેવેંદ્રો આસનકંપથી અરિહંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે—એમ જાણે છે. ૫૨૮. ત્યારપછી પૂર્વોક્ત રીતે ચોસઠે ઈંદ્રો આનંદિત થઈને અરિહંતના કેવળજ્ઞાન ઉત્પત્તિવાળા સ્થળે આવે છે. ૫૨૯.
હવે ત્યાં સમવસરણની રચના કરવામાં આવે છે તેનું વર્ણન
પ્રથમ, વાયુકુમારના દેવો એક યોજનપ્રમાણ ભૂમિમાંથી કચરો, ઘાસ વિગેરે દૂર કરીને શુદ્ધ કરે છે. ૫૩૦.
Jain Education International
કાલલોક-સર્ગ ૩૦
પછી મેઘકુમારના દેવો તેટલી પૃથ્વીને સુગંધી જળવડે સીંચે છે અને ઋતુના અધિષ્ઠાયક દેવો પાંચ વર્ણના પુષ્પો વડે તે પૃથ્વીને પૂજે છે. ૫૩૧.
ત્યારપછી વ્યંતરદેવો તે ભૂતળ ઉપર જમીનથી સવાકોશ ઊંચું સ્વર્ણ, રત્ન ને મણિમય પીઠ રચે છે. ૫૩૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org