________________
૩૧૮
કાલલોક-સર્ગ ૩૦ नित्यं यतीनां युवती-पशुक्लीबादिवर्जितं । विजनं शस्यते स्थानं ध्यानकाले विशेषतः ॥४३०॥ महात्मनां हि शमिनां ध्याननिश्चलचेतसां । न विशेषो जनाकीर्णे पुरे वा निर्जने वने ॥४३॥ ततो वाक्कायमनसां समाधिर्यत्र जायते । भूतोपघातहीनोऽसौ देशः स्याद् ध्यायतो मुनेः ॥४३२॥ यत्र योगसमाधान-मुत्तमं लभते मुनिः । स ध्यानकालो दिवस-निशादिनयमस्तु न ॥४३३॥ ध्यानस्थैर्य प्रजायेता-सनाद्यवस्थया यया । स्थितो निषण्ण: सुप्तो वा ध्यायेत्तस्यामवस्थितः ॥४३४॥ यद्देशकालचेष्टास्व-वस्थासु निखिलासु च । मुनीश्वरा शिवं प्राप्ताः क्षपिताशेषकल्मषाः ॥४३५॥ तद्देशकालचेष्टानां ध्याने कोऽपि न निश्चयः ।
यथा योगसमाधिः स्या-द्यतितव्यं तथा बुधैः ॥४३६।। મુનિઓને નિરંતરને માટે યુવતી, પશુ ને નપુંસકના નિવાસ રહિત સ્થાન જ રહેવા યોગ્ય કહેલ છે અને ધ્યાન સમયે તો વિશેષે મનુષ્ય રહિત સ્થાન જોઈએ. ૪૩૦.
જેઓ ધ્યાનમાં નિશ્ચળ મનવાળા થઈ ગયા છે એવા સમતાધારી મહાત્માને તો જનાકીર્ણ નગરમાં કે વિજન એવા વનમાં કાંઈ વિશેષતા નથી. (બંને સમાન છે) ૪૩૧.
તેથી વચન, કાયા અને મનની જ્યાં સ્થિરતા (સમાધિ) થાય તેવું પ્રાણીઓના ઉપઘાત વિનાનું સ્થાન, ધ્યાન કરનારા મુનિ માટે યોગ્ય ગણાય છે. ૪૩૨. - હવે જે વખતે મુનિ યોગનું સમાધાન ઉત્તમ પ્રકારે મેળવી શકે તે ધ્યાનનો કાળ સમજવો, તેમાં દિવસ કે રાત્રિનો નિયમ નથી. ૪૩૩.
વળી જે આસનાદિ અવસ્થામાં ધ્યાનની સ્થિરતા થાય, તે અવસ્થામાં એટલે ઊભા, બેઠેલા કે સુતા ગમે તે સ્થિતિમાં અવસ્થિત થઈને ધ્યાન કરે. ૪૩૪.
કારણ કે સર્વ દેશકાળ, સર્વ ચેષ્ટા અથવા સર્વ અવસ્થામાં રહેલા મુનીશ્વરો સર્વ કર્મ ખપાવીને મોક્ષને પામેલા છે. ૪૩૫.
તેથી ધ્યાનમાં કોઈ પણ દેશકાળ કે ચેણનો નિશ્ચય નથી; માટે પંડિતજનોએ જે રીતે યોગ સમાધિ થાય તેમ પ્રયત્ન કરવો. ૪૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org