________________
૩૧૪
કાલલોક-સર્ગ ૩૦ घट्टनाच्च प्रपतनात् स्तंभनात् श्लेषणादिति । आत्मसंवेदनीयाः स्यु-रुपसर्गाश्चतुर्विधाः ॥४०५।। यथाक्षिण पतिते रेणौ तस्मिन् हस्तेन मर्पिते । मांसांकुरैर्वा कंठादौ कष्टं स्याद्घट्टनोद्भवं ॥४०६॥ गमनादावयत्नेन दुःखं स्यात्पतनोद्भवं । सुप्तस्य चोपविष्टस्य पादादौ प्रसृते चिरं ॥४०७॥ स्थिते स्तब्धे स्तंभनोत्थ-मेवं संकुचिते चिरं ।
स्थिते तस्मिन् विलग्ने च दुःखं स्यात् श्लेष्णोद्भवं ॥४०८॥ इदमर्थतः स्थानांगसूत्रवृत्त्यादौ ।
एतांश्च सहमानानां क्षीयते कर्मसंततिः । तेषामनुत्तरज्ञान-तपःक्षात्यदिशालिनां ॥४०९॥ त्यक्तातरौद्रध्यानास्ते धर्मध्यानसमाहिताः । ध्यानं ध्यातुं प्रवर्तते शुक्लं कर्मेन्धनानलं ॥४१०॥
ઘસવાથી, પડવાથી, સ્તંભનથી અને સંકોચાઈ જવાથી એમ આત્મસંવેદની ઉપસર્ગો ચાર પ્રકારે થાય છે. ૪૦૫
તે આવી રીતે આંખમાં રજ વિગેરે પડે અને તેને હાથવડે ઘસવા તથા ગળા આદિમાં મસાદિના કારણે જે ઘર્ષણ થાય તે પ્રથમ ભેદ. ૪૦૬.
સંભાળ વગર ચાલવાથી પડી જવાય તે પતનોભવ જાણવું, તેમ જ સુતેલાને કે બેઠેલાને ઘણા કાળસુધી પગ વિગેરે લંબાવી રાખવાથી તે સ્તબ્ધપણે સ્થિત રહેવાથી દુઃખ ઉત્પન્ન થાય–તે સ્તંભનો ભવ સમજવું અને એ જ રીતે ઘણા વખત સુધી સંકુચિતપણે રહેવાથી શરીરનો અમુક ભાગ વળગી રહે–લાંબો ટૂંકો થઈ ન શકે તેથી ઉત્પન્ન થતું દુઃખ-તે શ્લેષ્ણોદ્ભવ સમજવું. ૪૦૭–૪૦૮.
આ હકીકત સ્થાનાંગસૂત્રવૃજ્યાદિમાં અર્થથી કહેલી છે.
એ પરિષહ તથા ઉપસર્ગોને સમ્યક્ઝકારે સહન કરનારા અનુત્તરજ્ઞાન, તપ ને શાંતિવાળા એવા તીર્થકરના ઘાતિકર્મો ક્ષય પામે છે. ૪૦૯.
તેઓ આર્ત, રૌદ્રધ્યાનને તજીને પ્રથમ ધર્મધ્યાનમાં સ્થિત રહેલા હોય છે, પછી કર્મરૂપ ઈધનને બાળવામાં દાવાનળ સમાન શુક્લ ધ્યાન ધ્યાવાનું શરૂ કરે છે. ૪૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org