________________
૨૫
તીર્થંકરનો જન્મ
स्वप्नशास्त्रे यतः प्रोक्ताः सर्वे स्वप्ना द्विसप्ततिः । तत्र त्रिंशन्महास्वप्ना-स्तेषु चैते चतुर्दश ॥६४॥ इत्याकर्ण्य प्रमुदिता पुत्रजन्ममनोरथान् । दधाना विविधान् राज्ञी सा कुर्याद्गर्भपोषणं ॥६५॥ गर्भानुभावोत्पन्नानां दोहदानां शुभात्मनां । सा सेवनात्प्रपूर्णेच्छा सश्रीका शोभतेऽधिकं ॥६६॥ अथानुकूले मरुति प्रसर्पति सुखावहे । भूमौ निष्पन्नशस्यायां फलपूर्णेषु च द्रुषु ॥६७॥ ग्रहेषु सर्वेपूच्चेषु निमित्तेषु शुभेषु च । छत्रादिजन्मयोगेषु शुभे लग्ननवांशके ॥६८॥ जने प्रमुदिते श्रेष्ठे निमित्ते शकुनादिके ।
अर्द्धरात्रे प्रसूते सा जिनं निधिमिव क्षितिः ॥६९॥ उच्चग्रहास्त्वेवं-अर्काधुच्चान्यजवृषमृगकन्याकर्कमीनवणिजोशैः ।
दिग्दहनाष्टाविंशति-तिथीषु नक्षत्रविंशतिभिः ॥७०॥
કારણ કે સ્વપ્નશાસ્ત્રમાં કુલ ૭૨ સ્વપ્નો કહ્યા છે. તેમાં ત્રીશ મહા સ્વપ્નો કહ્યા છે, તેમાંથી આ ૧૪ સ્વપ્નો છે. ૬૪.
સ્વખપાઠક પાસેથી આ પ્રમાણે સાંભળીને હર્ષિત થયેલી રાણી પુત્રજન્મને લગતા અનેક પ્રકારના મનોરથો કરતી, સારી રીતે ગર્ભનું પોષણ કરે. ૫.
ગર્ભના અનુભાવથી ઉત્પન્ન થતા શુભ દોહલાને રાજા પૂર્ણ કરે, એટલે પૂચ્છાવાળી માતા અધિક શોભાને ધારણ કરે. ૬૬.
પછી અનુકૂળ અને સુખાવહ પવન વાતો હોય ત્યારે, સર્વભૂમિમાં ધાન્ય ઉત્પન્ન થયેલું હોય, અને વૃક્ષો ફળથી પૂર્ણ થયેલ હોય, તેમજ સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાને આવેલા હોય, શુભ નિમિત્તો મળ્યા હોય અને છત્રાદિ શુભ જન્મ યોગ આવ્યા હોય, શુભ લગ્નનો નવાંશ હોય અને સર્વલોક પ્રમુદિત હોય, શકુનાદિ શુભનિમિત્ત વર્તતા હોય, તે વખતે અર્ધરાત્રે પૃથ્વી જેમ નિધાનને પ્રગટ કરે, તેમ માતા પુત્રને જન્મ આપે. ૬૭-૬૯.
ઉચ્ચ ગ્રહો આ પ્રમાણે-મેષ રાશિનો સૂર્ય દશ અંશ, વૃષ રાશિનો ચન્દ્ર ત્રણ અંશ, મકર રાશિનો મંગળ અઠ્યાવીશ અંશ, કન્યારાશિનો બુધ પંદર અંશ, કર્ક રાશિનો ગુરુ પાંચ અંશ. મીન રાશિનો શુક્ર સત્યાવીશ અંશ અને તુલા રાશિનો શનિ વીશ અંશ સુધી ઉચ્ચ કહેવાય છે. ૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org