________________
વીશ સ્થાનક તપ
૨૫૩
तथोक्तं प्रश्नव्याकरणांगे
केरिसए पुण आराहए वयमिणं ? जे से उवहिभत्तपाणसंगहदाणकुसले, अच्चंत बालदुब्बलवुड्ढखवगपवत्तिआयरियउवज्झायसाहम्मियतवस्सीकुलगणसंघचेइयढे य निज्जरठ्ठी वेयावच्चं अणिस्सियं दसविहं बहुविहं करेइ । अत्र श्रीजिनप्रतिमाया अनोपधिदानांगसंवाहनाद्यसंभवाच्चैत्यस्य किं वैयावृत्त्यमिति यत्कश्चिच्चैत्यापलापी गुरुकर्मा शंकते तत्र जक्खा हु वेयावडियं करेंति तम्हा उ एए निहया कुमारा' इत्युत्तराध्ययनोक्तहरि-केशिमहर्षिवचनात् अवज्ञानिवारणादेरपि वैयावृत्त्यत्वमित्यादि युक्त्या समाधेयं १६॥
समाधिः स्यात्सप्तदशं स्थानं दुर्ध्यान-वर्जनम् ।
चित्तस्वास्थ्योत्पादनं वा गुर्वादेविनयादिभिः ॥१४॥ अत्राद्यः पक्ष आवश्यकवृत्तौ, द्वितीयस्तु ज्ञाताधर्मकथांगमल्ल्यध्ययनवृत्तौ १७.
તે વિષે શ્રીપ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં કહ્યું છે કે-“આ વ્રતનું આરાધન કેવી રીતે કરવું?'
ઉત્તર - ‘ઉપધિ અને ભાત પાણી લાવવામાં ને આપવામાં કુશળ, અત્યંત બાળ, દુર્બળ, વૃદ્ધ, પક, પ્રવર્તક, આચાર્ય, ઉપાધ્યાય, સાધર્મિક (સાધુ), તપસ્વી, કુળ, ગણ, સંઘ અને ચૈત્ય-એમને માટે નિર્જરાર્થી મુનિ અનિશ્ચિતપણે (સતત) દશવિધ સ્થાનમાં બહુવિધ વૈયાવચ્ચ કરે. અહીં જિનપ્રતિમાને અંગે અન્ન અને ઉપધિનું આપવું અને અંગસંવાહના કરવી વિગેરેનો અભાવ હોવાથી ચૈત્યની વૈયાવચ્ચે શી રીતે કરે? એમ ચૈત્યનો અપલાપ કરનાર કોઈક ભારેકર્મી શંકા કરે, તો આ સંબંધમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલા હરિકેશી મહર્ષિના વચન પ્રમાણે જે કોઈ ચૈત્ય (જિનપ્રતિમા) ને અપલાપ કરનારો ગુરુકમ હોવાથી ભગવંતના પૂજ્યપણામાં શંકા કરે, તેને અટકાવીને યક્ષ વૈયાવચ્ચ કરે તે કારણે એ જિનપ્રતિમાનું અપમાન કરનાર તે કુમારોને યક્ષે હણ્યા છે. એટલા ઉપરથી સમજવું કે-જિનપ્રતિમાની અવજ્ઞા કરનારનું નિવારણ કરવું, તે તેમની વૈયાવચ્ચ છે. આ પ્રમાણે યુક્તિથી સમાધાન કરવું.”
હવે સત્તરમું સમાધિસ્થાન છે, તેમાં દુર્ગાન છોડીને અને ગુર્નાદિના વિનય દ્વારા તેમને ચિત્તસ્વાથ્ય ઉપજાવવું તે. ૧૪.
અહીં પહેલો પક્ષ આવશ્યકવૃત્તિ અનુસાર અને બીજો પક્ષ શ્રી જ્ઞાતાધર્મકથાગમાં મલ્યધ્યયનની વૃત્તિ અનુસાર સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org