SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્સર્પિણી અવસર્પિણીમાં હાનિ-વૃદ્ધિ ननु भव्यास्तु संख्येया एव सिद्ध्यंत्यनुक्षणं । एते त्वनंता हीयंते तत्साम्यमनयोः कथं ॥ २४८॥ सत्यं यद्यपि संख्येया भव्याः सिद्ध्यंत्यनुक्षणं । तथापि तत्सिद्धिकालो ऽनंतकालात्मको भवेत् ॥२४९॥ हीयतेऽनुक्षणं वर्णां- शास्तु यद्यप्यनंतशः । तथापि कालोऽत्रैकाव - सर्पिण्यात्मक एव हि ॥ २५० ॥ तद्दान्तिकदृष्टांत-वैषम्यं चिंत्यमत्र न । एवं पीतादिवर्णेषु गंधादिष्वपि भावना ।। २५१|| एवं च द्रव्याणामानंत्यात्प्रतिद्रव्यमेकैकांशहानिरिति यत्केचिदनंतगुणहानिं समर्थयंति तदपास्तं द्रष्टव्यं । ननूक्ता क्षीयमाणा ये देहोच्चत्वस्य पर्यवाः । एकद्व्यादिखप्रतरावगाहन्यूनतात्मकाः ॥ २५२॥ असंख्या एव ते यस्मा-त्रिकोशवपुषापि हि । वगाह्यंते खप्रतरा असंख्या एव नाधिकाः ॥ २५३ ॥ अनंतगुणहानिस्तत्कथमेतेषु भवेत् । अत्र ब्रूमः समाधानं यदि शुश्रूष्यते त्वया ॥ २५४ ॥ પ્રશ્ન -‘ભવ્યો તો પ્રત્યેક ક્ષણે સંખ્યાતા સિદ્ધાવસ્થા પામે છે અને આમાંથી સમયે સમયે અનંતા પર્યાયની હાનિ થાય છે, તો તમે કહ્યું તે દૃષ્ટાંત કેમ ઘટી શકે ?' ઉત્તર - ‘વાત સાચી છે, જો કે ભવ્યો પ્રત્યેક ક્ષણે સંખ્યાતા જ સિદ્ધિપદને પામે છે પરંતુ તેનો સિદ્ધિગમન કાળ અનંતો કહ્યો છે. અને પ્રત્યેક ક્ષણે વર્ણવિભાગો અનંતા ઘટે છે તથાપિ અહીં એક અવસર્પિણીરૂપ કાળ કહ્યો છે, તે અસંખ્ય સમયાત્મક જ છે, તેથી દૃષ્ટાંત ને દાતિકની વિષમતા છે, એમ ન સમજવું’ શુક્લવર્ણ પ્રમાણે પીતાદિવર્ણ માટે તેમ જ ગંધાદિ માટે પણ ભાવના કરવી.૨૪૮–૨૫૧. ૨૩૫ દ્રવ્યો અનંત હોવાથી પ્રત્યેક દ્રવ્યમાં ઉપરની હકીકત દ્વારા એક-એક અંશની હાનિનો અર્થ અનંતગુણ હાનિ કરે છે, તે વાત ઘટતી નથી. - પ્રશ્ન દેહની ઉંચાઈનાં પર્યાયોમાં એક બે વિગેરે આકાશ પ્રતરરૂપ અવગાહનામાં ન્યૂન થવાપણું સમયે સમયે કહેલ છે, તો તે ન્યૂન થનારા પ્રતો અસંખ્ય જ છે, કારણ કે ત્રણ ગાઉના શરીરમાં પણ આકાશ પ્રતરો અસંખ્ય જ હોય છે, વધારે હોતા નથી. તો તેમાં અનંતગુણહાનિ શી राते संभवे ? २५२-२५४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy