________________
૨ ૨૪
કાલલોક-સર્ગ ૨૯ तुवरीकणमात्रेण तेनाहारेण ते जनाः । अहोरात्रत्रयं याव-त्सुहिताः सुखमासते ॥१९६॥ अथाहृत्य तमाहारं प्रासादाकारशालिषु । प्रागुक्तकल्पवृक्षेसु ते रमते यथासुखं ॥१९७।। यदा चतुर्विधातोद्य-हृद्यनादरसार्थिनः ।
तदा ते त्रुटितांगाख्या-नुपयांति सुरद्रुमान् ॥१९८॥ एवं च - वस्त्रमाल्यविभूषाद्यैर्यदा यैर्यैः प्रयोजनं ।
उपसर्पति ते लोका-स्तदा तांस्तान् सुरद्रुमान् ॥१९९।। तदास्ति न पुरग्राम-दुर्गापणगृहादिकं । ततस्ते स्युर्जना वृक्ष-वासिनः स्वैरचारिणः ॥२००।। वीवाहयजनप्रेत-कार्यादीनामभावतः ।। न तेषां कार्यवैययं तेऽव्यग्रमनसः सदा ॥२०॥ तदा प्रमार्जनी नास्ति न च कश्चित्प्रमार्जकः ।
स्वभावाद्भः कचवर-पत्रस्थाणुतृणोज्झिता ॥२०२॥ વિગેરેને કરનારો એવો કલ્પવૃક્ષોના ફળમાં ને પુષ્પમાં રસ (સ્વાદ) હોય છે. ૧૯૨-૧૯૫.
તુવેરના દાણા જેટલા તેના આહારથી તે કાળના યુગલિકો ત્રણ દિવસ સુધી આહારની ઈચ્છા વિના સુખ અને સ્વસ્થતાપૂર્વક રહે છે.૧૯૬.
તે યુગલિકો, તે આહાર કરીને પ્રાસાદના આકારવાળા પૂર્વોક્ત કલ્પવૃક્ષમાં સુખપૂર્વક રમે છે.૧૯૭.
જ્યારે તેઓને ચાર પ્રકારના વાજિંત્રોના સુંદર નાદને સાંભળવાની ઈચ્છા થાય છે, ત્યારે ત્રુટિતાંગ જાતિના કલ્પવૃક્ષો પાસે તેઓ જાય છે.૧૯૮.
તેમ જ તેમને જ્યારે જ્યારે વસ્ત્ર, માળા, અલંકાર વિગેરેની ઈચ્છા થાય છે ત્યારે તે તે વસ્તુને આપનાર કલ્પવૃક્ષો પાસે જાય છે. ૧૯૯.
તે કાળે નગર, ગામ, કીલ્લો, હાટ, ઘર વિગેરે હોતા નથી તેથી તે કાળના મનુષ્યો ઈચ્છા મુજબ ફરનાર અને વૃક્ષવાસી જ હોય છે. ૨૦.
- વિવાહ, પૂજન, પ્રેતકાર્ય વિગેરે ન હોવાથી તેમને કોઈપણ કાર્યની વ્યગ્રતા હોતી નથી એટલે તેઓ નિરંતર અવ્યગ્રમનવાળા જ હોય છે. ૨૦૧.
તે કાળે સાવરણી હોતી નથી અને કોઈ સાફ કરનાર પણ હોતો નથી. સ્વભાવે જ જમીન કચરો, પત્ર, તૃણ કે વૃક્ષના ઠુંઠા રહિત જ હોય છે. ૨૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org