________________
૨૧૪
કાલલોક-સર્ગ ૨૯
प्रक्षीणमुदरं यासां न स्पष्टमुपलक्ष्यते । किंतु त्रिवल्याद्याधेया-नुपपत्त्या प्रतीयते ॥१३३॥ यासामतिकृशो मध्य-देशो भंगभयादिव ।
त्रिवलीदंभतः स्वर्णसूत्रत्रयदृढीकृतः ॥१३४॥ यद्वा - पुरो रोमावली चारु-र्यासां पश्चात्तु वेणियुक् ।
शंके भंगभिया मध्यो दत्ताय:पट्टिकाद्वयः ॥१३५॥ रोमावली कंडलिनी यासां नाभिबिलोद्गता । रागोरुगरलग्रस्तं न केषां कुरुते मनः ॥१३६॥ तनुस्निग्धश्यामरोम-तरंगोच्चैः प्रसर्पति । यासां नाभिहूदोद्भूता रोमराजीतरंगिणी ॥१३७॥ यासामुरोजौ राजेते पीनवृत्तढोन्नतौ । मन:स्थयो रत्यनंग-वेश्मनोः कलशाविव ॥१३८॥ कुचौ सचूचुकौ यासां नीलाब्जपिहिताननौ । मनःस्मरगृहद्वार-मांगल्यकलशाविव ॥१३९॥ स्थातुं यत्कुचयोरंत-रक्षमा चारुवृत्तयोः । गुणान्वितापि सच्छिद्रा मुक्ताम्रग लंबते बहिः ॥१४०॥
દેખાવ દ્વારા તેનું અસ્તિત્વ જણાય છે, તેના શરીરનો મધ્યભાગ એટલો કુશ હોય છે કે જેના ભાંગી જવાના ભયથી તેને ત્રિવલીરૂપી સોનાના ત્રણ દોરા વડે દૃઢ કરેલો છે, (બાંધી લેવામાં આવેલ છે.) અથવા તો ભંગના ભયથી આગળના ભાગમાં રોમાવળીથી અને પાછલા ભાગમાં લાંબી વેણીથી જાણે લોઢાની બે પાટીના બંધવડે બાંધી લીધેલ હોય, તેવા જણાય છે; વળી નાભિરૂપી બિલમાંથી નીકળેલી રોમાવલી રૂપી સાપણ એવી છે, જે રાગરૂપી તીવ્ર વિષથી દરેકના મનને વ્યાપ્ત કરે છે. ૧૩૨–૧૩૬.
નાભિરૂપી દ્રહમાંથી નીકળેલી રોમરાજીરૂપી નદી પાતળા, સ્નિગ્ધ અને શ્યામ એવા ઉંચા ઉછલતા રોમરૂપી તરંગોવડે વિસ્તાર પામેલી છે; જેના ઉરોજ (સ્તન) પુષ્ટ, ગોળ, મજબૂત અને ઊંચા, મનમાં રહેલા અનંગ ને રતિના મંદિર ઉપરના બે કળશ જેવા શોભે છે; ડીંટડીવાળા તે બંને સ્તનો નીલ કમળ વડે ઢંકાયેલા મુખવાળા અને કામદેવના ઘરના દ્વાર પાસે સ્થાપેલા બે મંગળ કળશ જેવા શોભે છે; તે સુંદર ને ગોળ એવા બે સ્તનના મધ્યમાં રહેવા માટે અસમર્થ થવાથી દોરાવાળી અને છિદ્રવાળી એવી મોતીની માળા પણ બહાર લટકયા કરે છે. કમલિની સરખા કોમળ બે બાહુ છે અને હાથ (પંજા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org