________________
૨ ૧ ૧
યુગલિક પુરૂષોનું વર્ણન
पृथुस्वर्णशिलाकल्प-श्रीवत्सांकितवक्षसः । पुष्टप्रकोष्ठकद्रंग-परिघोपमबाहवः ॥१११।। रक्ताब्जमंजुलतल-मणिबंधाढ्यपाणयः । स्वस्तिकार्केन्दुचक्रादि-रेखाराजिकरांबुजाः ॥११२॥ वृषस्कंधोन्नतस्कंधा दधानाः कंठकंदलं । त्रिरेखं कंबुसशं चतुरंगुलमात्रकं ॥११३॥ व्याघ्रविस्तीर्णहनवो-ऽवस्थितश्मश्रुराजयः । पक्वबिंबाभाधरोष्ठा-स्तद्विश्रांतसितस्मिताः ॥११४॥ कुंदपुष्पोपमाखंड-स्थिराच्छिद्ररदालयः । सुरक्तरसनाः कोक-नदकोमलतालवः ॥११५॥ शुकचंचूपमोत्तुंग-सरलायतनासिकाः । स्मेराब्जत्रस्तहरिण-नेत्रजैत्रोरुलोचनाः ॥११६॥ आरोपितधनुर्वक्र-सलीलश्यामलभुवः । प्रमाणोपेतसुभगा-व्याहतश्रवणेंद्रियाः ॥११७॥ पीनादर्शतलाकार-कपोलललिताननाः । चंद्रार्द्धभालाः निर्लक्ष्म-कार्तिकींदुसमाननाः ॥११८॥
અને કિલ્લાની પરિઘ (ભોગળ) જેવા બાહુવાળા તેમજ રક્તકમળ જેવા મંજુલ તળ અને મણિબંધ વડે યુક્ત હાથવાળા; સ્વસ્તિક, સૂર્ય, ચંદ્ર ને ચક્રાદિ રેખાવડે શોભતા કરકમળવાળા; વૃષભના સ્કંધ જેવા ઉન્નતસ્કંધવાળા; ત્રણ રેખાવાળા, શંખસદેશ અને ચાર આંગળ પ્રમાણ કંઠને ધારણ કરનારા; વાઘ જેવી વિસ્તીર્ણ હનુ (હડપચી) વાળા, અવસ્થિત વૃદ્ધિહાનિવિના) દાઢીમૂછવાળા, પાકેલ બિંબના ફલ જેવા લાલ હોઠવાળા અને તેમાં રહેલા ઉજ્વળ સ્મિતવાળા; કુંદના પુષ્પની ઉપમાવાળા, અખંડ, સ્થિર અને અછિદ્ર એવા દાંતોવાળા, લાલ જિલ્ડાવાળા, કોકનદ જેવા કોમળ તાલુવાળા; શુકની ચંચુ જેવી ઉત્તુંગ, સરલ અને વિસ્તૃત નાસિકાવાળા; વિકસ્વર કમળ અને ત્રાસ પામેલા હરણના નેત્રને પણ જીતે એવા લોચનવાળા; પણછ ચડાવેલા ધનુષ્યની જેવી વક્ર અને લીલાકરી શ્યામ ભમરવાળા; પ્રમાણોપેત, સુભગ અને અવ્યાહત શ્રવણેદ્રિયવાળા; પુષ્ટ અને આદર્શ (કાચ)ના તળીયા જેવા કપોળવડે શોભિત મુખવાળા; અર્ધચંદ્રસમાન ભાલ (કપાળ)વાળા; કલંક રહિત કાર્તિકમાસની પૂર્ણિમાના ચંદ્ર સમાન મુખવાળા; પાઘડીના શિખર રૂપ ઉદાર છત્રાકાર મસ્તકવાળા, દાડિમના પુષ્પ જેવી કાંઈક રક્ત, સ્વચ્છ ને મૂદુ કેશનાં મૂળવાળા; સ્નિગ્ધ, શ્યામ, સુગંધી અને કાંઈક વક્ર આવર્તયુક્ત કેશવાળા; મદોન્મત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org