________________
કાલલોક-સર્ગ ૨૮
અધિકમાસનું નિરૂપણ કરે છે—સૂર્ય એક દિવસના સાઠમા ભાગને એટલે એક ઘડીને હરે છે, એટલે વૃદ્ધિ કરે છે તેથી ઋતુમાં એટલે બે માસમાં થઈને એક દિવસની (રાત્રિ-દિવસની) વૃદ્ધિ કરે છે, તેથી છ ઋતુમાં થઈને એટલે એક વર્ષે ૬ દિવસ વધવાથી અઢી વર્ષે ૧૫ દિવસ વધે છે. તે જ પ્રમાણે ચંદ્રમા એક દિવસે સાઠમા ભાગનો એટલે એક ઘડીનો છેદ કરે છે, તેથી એક ઋતુમાં થઈને એક દિવસની હાનિ થાય છે. તે રીતે ગણતાં છ ઋતુ એટલે એક વર્ષમાં ૬ દિવસ ઘટવાથી અઢી વર્ષે ૧૫ દિવસ ઘટે છે. આ રીતે અઢી વર્ષે સૂર્ય-ચંદ્ર બન્ને મળીને ગ્રીષ્મૠતુમાં પહેલા અધિક માસને ઉત્પન્ન કરે છે અને પાંચ વર્ષને છેડે હેમંતઋતુમાં બીજા અધિક માસને ઉત્પન્ન કરે છે. (આ રીતે એક યુગમાં બે અધિક માસ આવે છે.) ૧–૨.
" इत्यध्यक्ष प्रचारे
द्वितीयेऽधिकरणे देशकालमानं विंशोऽध्यायः ॥ आदित
ચાર્મિંશ:'' ॥
૧૯૨
‘‘અધ્યક્ષપ્રચાર નામના બીજા અધિકરણમાં ‘દેશકાલમાન’ નામનો વીશમો અધ્યાય સમાપ્ત થયો. પહેલેથી ૪૧મો અધ્યાય સંપૂર્ણ.'' ।
વેદાંગ જ્યોતિષ''
(યજુર્વેદાંગ જુઓ ‘‘પુરાતત્ત્વ’' વર્ષ ૧, અંક ૩, પૃ. ૨૮૯...૩૨૩) I
पृ. २८९ "पंचसंवत्सरमय - युगाध्यक्षं प्रजापतिम् ।
"
दिनर्व्वयनमासाङ्गं, प्रणम्य शिरसा शुचिः " ॥१॥
‘‘દિવસ, ઋતુ, અયન અને માસરૂપી અંગવાળા અને પાંચવર્ષમય યુગના અધ્યક્ષ એવા પ્રજાપતિને મસ્તકવડે પ્રણામ કરીને પવિત્ર થયેલો હું.' (૧).
માસ અધિક થાય જે શીતકાલ ગણાય. ૨.૯ અ.૧ પ્ર. ૧૩૫/૧૩૬માં ‘કાલઃ શીતોષ્ણવર્ષાત્મા'' ગણાવ્યો છે, તે જોતાં શ્લોકમાં ‘‘ગ્રીષ્મ’’ શબ્દને બદલે ‘‘શીતે’’ પાઠ યોગ્ય ગણાય અને તેનો સંબંધ ‘પૂર્વ’ શબ્દ સાથે બેસે જો ‘ગ્રીષ્મે’ પાઠ રહે તોપછી પાછળનો અધિકમાસ (બીજો અષાઢ) ગ્રીષ્મમાં આવે ત્યાં ‘પૂર્વ’ પાઠને બદલે ‘નૂનં’ પાઠ જોઈએ.
જો યુગનો આરંભ માઘ માસની ઉત્તરાયણથી હોય, તો જ અર્થશાસ્ત્રનો શ્લોક યથાર્થ ગણાય, પરન્તુ અર્થશાસ્ત્રના અન્ય ઉલ્લેખોથી માઘ માસથી વર્ષનો આરંભ નથી. કાલલોક. સર્ગ-૨૮ શ્લો. ૬૪/૬૫ સ્પષ્ટપણે કહે છે કે “मासोऽधिकोऽयं स्यात्त्रिंश-त्सूर्यमासव्यतिक्रमे ॥६४॥
युगस्य मध्ये पौषोऽय-मन्ते त्वाषाढ एव च ।”
એટલે અર્થશાસ્ત્રનો અશુદ્ધ શ્લોક કાલલોકપ્રકાશના શ્લોક અનુસાર શુદ્ધ વાંચવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org