________________
૧૯૦
કાલલોક-સર્ગ ૨૮
परावृत्ते दिवसे शेषमेवं विद्यात् ।
દિવસના મધ્યાહ્ન પછીના ભાગમાં ઉપર કહ્યા પ્રમાણે છાયા હોય, ત્યારે તેટલો દિવસ શેષ રહ્યો છે એમ જાણવું.
आषाढे मासि नष्टच्छायो मध्याह्नो भवति । અષાડ માસમાં મધ્યાહન સમયે બિલકુલ છાયા હોતી નથી. अतः परं श्रावणादीनां षण्मासानां व्यंगुलोत्तरा माघादीनां व्यंगुलावरा छाया इति।
ત્યાર પછી શ્રાવણાદિક છ માસમાં બબે આંગળ પ્રમાણ છાયા ઉત્તર દિશા તરફ વધતી હોય અને માઘાદિક છ માસમાં બબે આંગળ પ્રમાણ છાયા દક્ષિણ દિશા તરફ હોય છે.
(ઉત્તર દિશા તરફ છાયા હોય ત્યારે સૂર્ય દક્ષિણાયનમાં હોય છે અને દક્ષિણ તરફ છાયા હોય, ત્યારે સૂર્યનું ઉત્તરાયણ કહેવાય છે.)
વંતશાહોરાત્રી: સિ: | પંદર દિવસ અને રાત્રિનો એક પક્ષ (પખવાડિયું) થાય છે. सोमाप्यायनः शुक्ल: सोमावच्छेदनो बहुलः ।।
જેમાં ચંદ્ર વૃદ્ધિ પામતો હોય તે શુક્લપક્ષ, જેમાં ચંદ્ર ક્ષીણ થતો હોય તે બહુલ (કૃષ્ણ) પક્ષ કહેવાય છે.
દિપક્ષો માસ: . ત્રિવિહોરાત્ર: પ્રવર્તમાન: I સાર્થ: સૌર: | અર્ધનામ: | सप्तविंशतिनक्षत्रमासः । द्वात्रिंशत्मलमासः ।
બે પક્ષનો એક માસ, ત્રીશ દિવસ-રાત્રિનો એક પ્રકમમાસ, સાડત્રીસ દિવસ રાત્રિનો એક સૌર (સૂર્ય) માસ, સાડીઓગણત્રીસ દિવસ-રાત્રિનો એક ચાન્દ્રમાસ સત્યાવીશ દિવસ-રાત્રિનો એક નક્ષત્રમાસ, બત્રીસ દિવસ-રાત્રિનો (૧) એક મલમાસ છે. ('બત્રીશમા વર્ષે મલમાસ આવે” તે વધારે યુક્ત લાગે છે.)
पञ्चत्रिंशदश्ववाहायाः । चत्वारिंशद्धस्तिवाहायाः ।
પાંત્રીસ દિવસરાત્રિનો એક અશ્વવાહ માસ થાય છે એટલે કે અશ્વ સંબંધી નોકરી કરનારને પાંત્રીસ દિવસનો એક માસ ગણીને તે પ્રમાણે પગાર અપાય છે. ચાળીશ દિવસરાત્રિનો એક હસ્તિવાહ માસ થાય છે એટલે કે હાથી સંબંધી નોકરી કરનારને ચાળીશ દિવસનો માસ ગણીને તે પ્રમાણે પગાર અપાય છે.
द्वौ मासावृतुः । २श्रावणः प्रोष्ठपदश्च वर्षाः । आश्वयुजः कार्तिकश्च शरद् । मार्गशीर्षः ૧. જુઓ વિવેચન–સર્ગ ૨૮ ઉપરના વિવેચનમાં પેરા ૪
૨. અધિ. ૨, અ. ૬ ક. ૨૪માં વર્ષા, હેમન્ત, ગ્રીષ્મ-એમ વર્ષના ત્રણ ભાગ પાડ્યા છે એટલે વર્ષાના ચાર માસમાં ઉપરોક્ત વર્ષા ને શરદઋતુ આવી જતી હશે ? હેમન્તમાં હેમન્ત ને શિશિર ઋતુ આવી જતી હશે ? વસન્ત અને ગ્રીષ્મ ઋતુ ગ્રીષ્મમાં અન્તર્ગત થતી હશે ? જો તેમ હોય તો જૈન ગ્રન્થોમાં વર્ષા શરદને બદલે પ્રાવૃકે વર્ષા છે, તે બરોબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org