________________
૨૮મા સર્ગ અંગે વિવેચન
૧ ૭૭
તેના વિષે જુદી જુદી ત્રણ માન્યતા છે, તે પણ સંદિગ્ધ છે, તેથી વધુ વિગત તેમાં નથી. જૈન જ્યોતિષમાં તેની કશી વિગત હજી જોવામાં આવી નથી. એટલે તેને લગતી હકીકત હાલ અનુમાનનો વિષય બને છે. સૂર્ય-ચન્દ્રથી જનિત વર્ષનો સૌરવર્ષ સાથે પાંચ સૌરવર્ષમાં (યુગમાં) મેળ મેળવવા માટે રીતસરના સાઠ ચાન્દ્ર મહિના ઉપરાંત અઢી વર્ષે એકેક (ચાંદ્ર) મહિનો વધારે ગણી, પાંચ વર્ષમાં જે બે મહિના વધુ લેવાય છે, તે “અધિકમાસ” છે અને “મલમાસ” તેથી ભિન્ન છે. ગણિતમાં આપણે ખોટું આગળ વધી ગયા હોઈએ તેમાંથી પાછળ હઠી, સાચું સૂર્ય નક્ષત્ર મળી રહે તે માટે “મલમાસ' (આપણા ગણિતમાં ત્યાગ કરવાનો માસ) અનુમાનથી સમજાય છે. ૩૬૬ દિનના વર્ષનો આંકડો ગોળ રકમ છે, તે સ્થૂળ લાગે છે. સૂક્ષ્મ વેધથી નક્કી થતો હશે તે ૩૬૫ દિન આશરેનો (કાંઈક વધુ કે કમી) લાગે છે એટલે વસ્તુતઃ ૩૬૫ દિન લગભગમાં ૩૬૦ ભાગ પૂરા કરે છે અર્થાત્ સૂર્ય રોજના દશ ભાગ ઉપરાંત કંઈક વધુ ચાલ છે. આ તફાવત ચન્દ્રની તિથિ તથા કલામાં પણ આવે અને ખાસ કરીને પૂર્ણિમા વખતે વેધ લઈને નક્કી કરી શકાય; અને તેવા વેધનો એક દાખલો કાલ. સર્ગ–૨૮
ગ્લો. ૩૬૩–૩૬૪ માં મળે છે જેમાં માર્ગશીર્ષ શુદિ ૧૫ ના (પૂર્ણિમાના) સમયે ચન્દ્ર આદ્ર નક્ષત્રમાં હોય, તેમ નિર્દેશ છે. આ નિર્દેશને જ્યોતિષ્કરંડકનું સમર્થન નથી એટલે કેટલો વાસ્તવિક ગણવો, તે શંકા છે પરંતુ તેને વાસ્તવિક ગણી નીચેની ચર્ચા કરી છે. શ્રા.વ. એકમે પ્રભાતે ચન્દ્ર અભિજિતથી પ્રારંભ કરે અને સૂર્ય પુષ્યના ૪૭માં ભાગથી આરંભ કરે, ત્યારે બન્ને વચ્ચે ૧૮૩૦ ભાગનું અંતર હોય છે (અર્થાત અષાઢ શુદિ પૂનમે તે અંતર હોય છે). તે સમય પછી માર્ગ. શુ.૧૫ (પ્રાન્ત) સુધીમાં સૂર્ય દોઢસો તિથિમાં ૧૫૦x =૧૪૭ સૂર્યદિન કર્યા હોય અને પ્રતિદિનના દશ ભાગની ચાલ મુજબ ૧૪૭૫ : ભાગ પૂરા કર્યા હોય અર્થાત્ અભિજિતથી સૂર્ય ૩૩૦૫ ભાગના મૂલ નક્ષત્રમાં હોય. ચન્દ્ર તેથી બરાબર ૧૮૩૦ ભાગ દૂર એટલે ૧૪૭૫ ભાગમાં (અભિજિતથી) મૃગશીર્ષમાં હોય, પરન્તુ ચન્દ્ર આદ્રમાં તે વખતે છે. તેમ પ્રત્યક્ષ દર્શન ગાથા અનુસાર છે એટલે તે ઉપરથી અનુમાન થાય છે કે – ચંદ્ર થોડો વધુ ચાલેલો હોય ને તેટલા સમયના હિસાબે (ચંદ્ર ૧૩૪ ભાગ ચાલે ત્યારે સૂર્ય ૧૦ ભાગ ચાલે) સૂર્ય વધુ ચાલેલો હોવો જોઈએ અર્થાત્ ૩૬૬૦ ભાગ પૂરા કરવા સૂર્યને ૩૬૬ દિન નહિ પણ આશરે પોણો દિન ઓછો-આશરે ૩૬૫ દિન સમય લાગવો જોઈએ. પ્રત્યેક વર્ષે બરોબર પોણા દિન જેટલો ફેર પડે, તો ૪૦ વર્ષે ત્રીશ દિનનો ફેર પડે અને તેવો વેધ હોય, તે મતવાલા ૪૦ વર્ષે એક સૂર્યનો માસ ગણતરીમાંથી બાદ કરી નાંખે આને “મલમાસ' કહે.
* ચંદ્ર આદ્રમાં હોય તેના ભાગથી બરોબર ૧૮૩૦ ભાગ સામે સૂર્ય આ વખતે કઈ રીતે હોય તે સમજાતું નથી. એટલે આ નિર્દેશ ચર્ચાસ્પદ જ રહે છે. “ક્ષેત્ર લોક પ્રકાશ' સર્ગ ૨૦ શ્લો. ૬૮, ૭૧માં માર્ગશીર્ષ પૂર્ણિમા મૃગશીર્ષના ચન્દ્ર વખતે ગણી છે. પ્રાકૃત ગાથા પર ગ્રન્થકર્તાએ કશી નોંધ કરી નથી; મૃગશીર્ષને બદલે આદ્ગ કેમ છે તેનો ખુલાસો નથી.
પણ
૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org