SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ સૂર્ય નક્ષત્ર જાણવાનું કરણ ज्ञातुं सूर्यस्य नक्षत्रं विवक्षिततिथावथ । करणं प्रोच्यते पूर्वा-चार्यदर्शितया दिशा ॥९६७॥ युगेऽतीतपर्वसंख्या प्राग्वत्पंचदशाहता । विवक्षितदिनात्पूर्व-मतीतैस्तिथिभिर्युता ॥९६८॥ गतैरवमरात्रैश्च वर्जिताथ त्रिभिः शतैः । विभज्यते सा षट्षष्ट्या-धिकैर्लब्धं च वत्सरः ॥९६९।। शेषं भवति यत्तस्मा-द्यथार्ह वक्ष्यमाणकं । संशोध्यते शोधनकं गतनक्षत्रसूचकं ॥९७०॥ सषट्षष्ट्या त्रिशत्याऽल्पा भागं चेन्न क्षमेत सा । तदा शोध्यं शोधनक-मादावेवात्र संभवत् ॥९७१॥ चतुर्विंशत्या मुहूर्ते-रधिकं दिवसाष्टकं । पुष्यस्य स्याच्छोधनक-मथान्येषां तदुच्यते ॥९७२॥ रात्रिंदिवानि द्वाषष्टि-र्मुहूर्ता द्वादशोपरि । उडूनामुत्तराफाल्गुन्यतानां शोधनं भवेत् ॥९७३।। હવે ઈષ્ટ તિથિને દિવસે સૂર્યનું કયું નક્ષત્ર હશે? તે જાણવા માટે પૂર્વાચાર્યોએ બતાવેલી દિશા પ્રમાણે કરણ કહીએ છીએ. ૯૬૭. યુગના પ્રારંભથી જેટલા પર્વ ગયા હોય, તેને પૂર્વની જેમ પંદરથી ગુણવા. પછી તેમાં ઈષ્ટ દિવસની પૂર્વે જેટલી તિથિઓ ગઈ હોય, તેટલી ભેળવવી. તેમાંથી અવરાત્ર જેટલા ગયા હોય, તેટલા બાદ કરવા. પછી તેને ત્રણસો ને છાસઠથી ભાગવા, ભાગમાં જે આવે તે વર્ષ જાણવા. જે શેષ રહ્યા હોય, તેમાંથી સંભવ પ્રમાણે આગળ કહીએ તે રીતે બાદબાકી કરવી તેમ કરવાથી ગયેલા નક્ષત્રની સૂચના થાય છે. ૯૬૮–૯૭૦. જો કદાચ તે સંખ્યા અલ્પ હોવાથી ત્રણ સો ને છાસઠ ભાગી ન શકાય, તો પ્રથમ જ જે સંભવતું હોય, તે શોધનક કરવું (બાદબાકી કરવી). ૯૭૧. બાદબાકીની રીત આ પ્રમાણે છે – પુષ્ય નક્ષત્ર બાદ કરવું હોય, તો આઠ દિવસ અને ચોવીશ મુહૂર્ત બાદ કરવા. હવે બીજા નક્ષત્રોની બાદબાકીની રીત કહે છે. ૯૭ર. આશ્લેષાથી ઉત્તરાફાલ્ગની સુધીના બીજાં ચાર નક્ષત્રો બાદ કરવાં હોય, તો બાસઠ રાત્રિદિવસ અને બાર મુહૂર્ત બાદ કરવાં. હસ્તથી વિશાખા સુધી બીજાં ચાર નક્ષત્રો બાદ કરવા હોય, તો એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy